ગુજરાત

gujarat

ETV Bharat / state

વધતી દુષ્કર્મની ઘટનાને લઈને જૂનાગઢ ABVPએ કર્યો વિરોધ

જૂનાગઢ: છેલ્લા એક અઠવાડિયા દરમિયાન દેશમાં અને રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ ઘટેલી દુષ્કર્મની ઘટનાને લઈને ન્યાય માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આવ્યું છે. સોમવારે સાંજે પરિષદના વિદ્યાર્થીઓએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપી તમામ આરોપીઓને ફાંસીની સજા તાકીદે કરવામાં આવે તેવી માગ કરી હતી.

દેશમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાને લઈને જૂનાગઢ એબીવીપી દ્વારા કરાયો વિરોધ
દેશમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાને લઈને જૂનાગઢ એબીવીપી દ્વારા કરાયો વિરોધ

By

Published : Dec 2, 2019, 11:11 PM IST

છેલ્લા એક અઠવાડિયા દરમિયાન રાજ્ય અને દેશમાં મહિલાઓ વિરુદ્ધ જાતીય દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, તેલંગાણામાં મહિલા તબીબ રાજકોટમાં આઠ વર્ષની માસૂમ બાળકી સાથે જે પ્રકારે નરાધમો દ્વારા જાતીય દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તેને લઈને હવે ઠેરઠેર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે.

દેશમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાને લઈને જૂનાગઢ એબીવીપી દ્વારા કરાયો વિરોધ
સોમવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જુનાગઢ દ્વારા વિરોધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ રેલી ઝાંસીની રાણીના પૂતળાએથી શરૂ થઈ હતી. કલેકટર કચેરીએ પહોંચીને વિદ્યાર્થીઓએ તમામ ઘટનામાં સામેલ આરોપીઓને તાકીદે ફાંસીની સજા થાય તેવી માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details