ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh AAP protest: જૂનાગઢમાં AAP દ્વારા કથળતી શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષણની અનિયમિતતાને લઈને વિરોધ કર્યો - Primary school of Gujarat

જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને (Education system in Gujarat)લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં શાળાઓમાં ફી વધારો તેમજ શાળાના વર્ગોની ખરાબ હાલત જેવા મુદ્દાઓને લઈને કલેકટરને આવેદનપત્ર પાઠવીને શિક્ષણમાં રહેલી (Junagadh AAP protest)અવ્યવસ્થા દૂર થાય તેવી માંગ કરી હતી.

Junagadh AAP protest: જૂનાગઢમાં AAP દ્વારા કથળતી શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષણની અનિયમિતતાને લઈને વિરોધ કર્યો
Junagadh AAP protest: જૂનાગઢમાં AAP દ્વારા કથળતી શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષણની અનિયમિતતાને લઈને વિરોધ કર્યો

By

Published : Apr 20, 2022, 2:27 PM IST

જૂનાગઢ:ભાજપ શાસિત ગુજરાત રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી શિક્ષણને લઈને અનેક (Education system in Gujarat)અવ્યવસ્થાઓ જોવા મળી રહી છે. ગુજરાતમાં શિક્ષણ માફિયાઓ બેફામ બન્યા છે. આવા આક્ષેપ સાથે જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગુજરાતની કથળતી જતી શિક્ષણ વ્યવસ્થા શાળાઓની ફી નિર્ધારણ કરતી (Junagadh AAP protest) કમિટીઓમાં વાલીઓને સ્થાન તેમજ શાળાઓ દ્વારા વાલીઓ પર ઉભા કરવામાં આવતા ફીની વસુલાત અને અન્ય આયોજન પાછળનો દબાવ રાજ્યની સરકાર દૂર કરવામાં નિષ્ફળ રહી છે. તેવો આક્ષેપ કરીને જૂનાગઢ આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party)જિલ્લા કલેકટરના પ્રતિનિધિને આવેદનપત્ર પાઠવીને શિક્ષણમાં વ્યાપેલી બંદીઓ દૂર થાય તેવી માંગ કરી હતી.

AAP નો વિરોધ

આ પણ વાંચોઃPolitics On Education In Gujarat: મનીષ સિસોદીયાએ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, દિલ્હીની શાળાઓની મુલાકાતે આવવા આપ્યું આમંત્રણ

દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા -થોડા દિવસો પૂર્વે દિલ્હીના શિક્ષણ અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા ગુજરાતની પ્રાથમિક શાળાઓની(Primary school of Gujarat) સ્થિતિ જાણવા રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ શાળાઓની જે દયનીય પરિસ્થિતિ સામે આવી છે તેને લઈને દિલ્હીના શિક્ષણ પ્રધાને રાજ્યના શિક્ષણ પ્રધાનજીતુ વાઘાણીનેગુજરાત અને દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાની સરખામણી કરવા અને દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાને જોવા અને જાણવા માટે ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીને પડકાર ફેંક્યો હતો.

આ પણ વાંચોઃGujarat Assembly Election 2022: ગુજરાતની શાળાઓની વાસ્તવિક સ્થિતિ PM મોદીને જણાવવા AAPએ લોન્ચ કર્યો મોબાઈલ નંબર, ફોટો-વિડીયો મોકલી શકશો

સરકાર જવાબદાર હોવાનો આક્ષેપ -પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગે આ પડકાર પ્રત્યે કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો નથી. ત્યારે ગઇ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યની પ્રાથમિક શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ટેલી કોન્ફરન્સિંગના માધ્યમથી શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષણને લગતી વ્યવસ્થાઓ અંગે અભિપ્રાયો મેળવ્યા હતા. આ કાર્યક્રમ પર આપ આક્ષેપ કરતાં જણાવે છે કે જે શાળાઓ ગુજરાતમાં સારી છે ત્યાંનું ગુલાબી ચિત્ર દર્શાવીને વડાપ્રધાન મોદી પણ રાજનીતિ કરી રહ્યા છે. પરંતુ ગુજરાતની મોટા ભાગની શાળાઓમાં કથડતા જતા શિક્ષણ અને વર્ગખંડોની હાલત દયનીય હોવા પાછળ રાજ્યની ભાજપ સરકાર જવાબદાર હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details