ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ કોર્પોરેશનની સાધારણ સભામાં જોશીપરાનું કોમ્પ્લેક્સ બન્યું વિવાદિત - Junagadh ordinary meeting opposition

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની (junagadh municipal corporation) વિકાસના કામોને લઈને સાધારણ સભામાં મળી હતી. જેમાં જોશીપરામાં (ordinary meeting in junagadh) સરકારી જમીન પર બનાવાયેલું કોમ્પ્લેક્સ વિવાદિત બન્યું હતું. (Joshipra Complex disputed ordinary)

જૂનાગઢ કોર્પોરેશનની સાધારણ સભામાં જોશીપરાનું કોમ્પ્લેક્સ બન્યું વિવાદિત
જૂનાગઢ કોર્પોરેશનની સાધારણ સભામાં જોશીપરાનું કોમ્પ્લેક્સ બન્યું વિવાદિત

By

Published : Dec 20, 2022, 4:41 PM IST

કોમ્પલેક્ષ પાછળ 5 કરોડ કરતાં વધુનો ખર્ચ જનરલ બોર્ડમાં વિપક્ષે ઉઠાવ્યો અવાજ

જૂનાગઢ : મ્યુનિસિપલ કોર્પોરેશનની (Junagadh Municipal Corporation) આજે સાધારણ સભા મળી હતી. જેમાં જૂનાગઢ શહેરના વિવિધ વિકાસના કામોને લઈને સત્તા પક્ષ ભાજપ દ્વારા ઠરાવો કરવામાં આવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના સદસ્યોએ સર્વ સમિતિથી ઠરાવો પાસ કર્યા હતા, પરંતુ જોશીપરામાં સરકારી જમીન પર બનાવાયેલું કોમ્પ્લેક્સ વિવાદિત બન્યું હતું. વિરોધ પક્ષે પાંચ કરોડ કરતાં વધુનો ખર્ચ માત્ર થોડાક લોકોની સુવિધાને ધ્યાને રાખીને કોર્પોરેશન કરવા જઈ રહી છે તેનો વિરોધ કર્યો હતો. (ordinary meeting in Junagadh)

આ પણ વાંચોબનાસ ડેરી સાધારણ સભા : રુપાલાની હાજરીમાં શંકર ચૌધરીએ કરી પશુપાલકોને ભાવ ફેરની મોટી જાહેરાત

જૂનાગઢનો સરકારી કોમ્પલેક્ષ બન્યો વિવાદનું કારણસાધારણ સભામાં શહેરના વિકાસના (JMC General Assembly) વિવિધ કામોને લઈને શાસક પક્ષ ભાજપ દ્વારા ઠરાવો કરવામાં આવ્યા હતા. આ તમામ ઠરાવો શાસક અને વિપક્ષની સહમતીથી મંજુર પણ કરવામાં આવ્યા હતા. પરંતુ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામેલ જોશીપરા ગ્રામ પંચાયતની સરકારી જમીન પર બનાવવામાં આવેલા કોમ્પલેક્ષ આજે વિવાદનું કારણ બન્યું હતું. છતાં શાસક પક્ષ ભાજપ દ્વારા અહીં કોમર્શિયલ કોમ્પ્લેક્સ કરોડોના ખર્ચે વેપારીઓને સોંપવાની વાત કરી હતી. જેનો વિરોધ શાસક પક્ષના વિપક્ષના કોર્પોરેટરોએ કર્યો હતો. (Joshipra Complex disputed ordinary)

આ પણ વાંચોજૂનાગઢ મનપાની સાધારણ સભામાં મુદ્દાનો હલ થશે કે વાદ વિવાદ?

05 કરોડ 70 લાખના ખર્ચે બની 42 દુકાનોજોશીપરા વિસ્તારમાં બનાવવામાં આવેલી 42 જેટલી વ્યાપારીક દુકાનો અંદાજિત 05 કરોડ 70 લાખના ખર્ચ આ વિસ્તારના નાના વેપારીઓને સોંપવાની દરખાસ્ત કોર્પોરેશનના સત્તાધીશોએ કરી છે. જેનો વિરોધ કરતા નેતા વિપક્ષ (Junagadh ordinary meeting opposition) અદ્રેમાન પંજાએ જણાવ્યું હતું કે, માત્ર 42 લોકો પાછળ પાંચ કરોડ 70 લાખ રૂપિયાનો ખર્ચ કેટલી હદે યોગ્ય છે. તેને લઈને સવાલો ઊભા કર્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો કોર્પોરેશન 42 વેપારીઓને દુકાનો આપવા માંગતી હોય તો અમારો તેમની સાથે વાંધો ન હોઈ શકે, પરંતુ આ રકમ રાજ્ય સરકારમાંથી લાવીને વેપારીઓને દુકાન આપવાની કામગીરી શરૂ કરવામાં આવે તો જૂનાગઢના નાગરિકો અને ટેક્સના પૈસા જે સામાન્ય લોકો ચૂકવે છે તેની સામે થતા અન્યાયને અટકાવી શકાશે. (Junagadh ordinary meeting Protest)

ABOUT THE AUTHOR

...view details