આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અમોઘ શસ્ત્ર સમાન જૂનાગઢઃગુજરાતના આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો અભ્યાસ કરવા જાપાનની 15થી વધુ મહિલાઓ જૂનાગઢની મહેમાન બની છે. તેમણે ગુજરાતની આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને વખાણી હતી. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયુર્વેદિક પ્રચારને લઈને વિશ્વના લોકો પણ હવે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં વિશ્વાસ વધારી રહ્યા છે. આના કારણે જાપાનની આ મહિલાઓ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી આકર્ષાઈને ગુજરાત આવી છે.
આ પણ વાંચોઃકેરળને પાછળ મુકી અમદાવાદની સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલે મેળવ્યો A+ ગ્રેડ
15થી વધુ જાપાનીઝ મહિલાઓ આવી જૂનાગઢની મુલાકાતેઃઆ તમામ મહિલાઓ આજે એક દિવસ જૂનાગઢની મુલાકાત કરી હતી. તે દરમિયાન તેઓ ગિરનાર પર્વતની મુલાકાતે પણ ગયા હતા. ત્યારબાદ ભવનાથ તળેટી પરત આવીને આ મહિલાઓએ ગુજરાતની આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિના ભારોભાર વખાણ કર્યા હતા. તેમ જ એલોપેથી ચિકિત્સા પદ્ધતિની સામે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ ખૂબ જ સચોટ અને લાંબા ગાળાનું પરિણામ આપતી હોવાનો તેમનો અનુભવ તેમણે વ્યક્ત કર્યો હતો.
આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અમોઘ શસ્ત્ર સમાનઃજાપાનથી આવેલી મહિલાઓએ જણાવ્યું હતું કે, જાપાનમાં એક માત્ર એલોપેથી ચિકિત્સા પદ્ધતિ અમલમાં છે. તેઓ એલોપેથી ચિકિત્સા પદ્ધતિના માઠા પરિણામો અંગે ખૂબ જ માહિતગાર છે છતાં અન્ય કોઈ પણ ચિકિત્સા પદ્ધતિ વર્તમાન સમયમાં અને ખાસ કરીને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ જાપાનમાં જોવા મળતી નથી, જેના કારણે લોકો આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી અજાણ છે, પરંતુ હવે આગામી દિવસોમાં આ મહિલાઓ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો જાપાનમાં પ્રચાર અને પ્રસાર કરશે. આથી જાપાનમાં પણ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને પાગરવામાં આજની જુનાગઢ મુલાકાત ખૂબ મહત્વની શક્તિ પ્રદાન કરશે.
આ પણ વાંચોઃજૂનાગઢ કૃષિ યુનિ.નો પદવીદાન સમારોહ, ગોલ્ડ મેડલિસ્ટ તમિલનાડુની વિદ્યાર્થિનીએ ગુજરાતના ખેતીના શિક્ષણને ગણાવ્યું શ્રેષ્ઠ
PM મોદીના કારણે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ પ્રસિદ્ધઃજાપાનનાં મહિલા પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે, વિશ્વમાં ધીમે ધીમે હવે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ અને વિસ્તાર સતત વધી રહ્યો છે, જેનો શ્રેય તેમણે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યું છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી સમગ્ર વિશ્વના દેશોને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને લઈને ખૂબ જાગૃત કર્યા વિદેશના પ્રતિનિધિ મંડળો આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો અભ્યાસ કરવા ભારતની મુલાકાત પણ લઈ રહ્યા છે. આના કારણે હવે એક માત્ર એલોપેથી ચિકિત્સા પદ્ધતિ ધરાવતા જાપાન જેવા વિશ્વના સૌથી ટેકનોલોજીની દ્રષ્ટિએ વિકસિત રાષ્ટ્રમાં હવે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો પણ વ્યાપ વધતો જોવા મળશે.