ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં જલારામ બાપાની 220મી જન્મ જ્યંતીની ભવ્ય ઉજવણી કરાઇ - 20,000 જેટલા લોહાણા સમાજના સભ્યો

જામનગરઃ સંત જલારામ બાપાની 220મી જન્મ જયંતી નિમિત્તે ઠેર ઠેર જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરમાં લોહાણા સમાજ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં જલારામ બાપાની 220મી જન્મ જ્યંતીની ભવ્ય ઉજવણી કરાઇ

By

Published : Nov 3, 2019, 4:16 PM IST

જલારામ જયંતી નિમિતે 20,000 જેટલા લોહાણા સમાજના સભ્યો આ સમુહ ભોજનમાં પ્રસાદી લેવા માટે ઉમટયા હતાં. આ ઉપરાંત જલારામ જયંતિ નિમિતે સમિતિએ પ્રદર્શન ગ્રાઉન્ડમાં થેલેસેમિયા ટેસ્ટ તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યુ હતું, ત્યારબાદ સાંજે હાપમાં આવેલ લોહાણા મંદિર ખાતે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં જલારામ બાપાની 220મી જન્મ જ્યંતીની ભવ્ય ઉજવણી કરાઇ

ABOUT THE AUTHOR

...view details