ગુજરાત

gujarat

By

Published : Jan 6, 2023, 3:42 PM IST

ETV Bharat / state

સમસ્ત જૈન સમાજે જૂનાગઢમાં રોષભેર કાઢી રેલી, મહારાજસાહેબે કહ્યાં માર્મિક વચન

જૈન સમાજની આસ્થા અને ધર્મ સાથે જોડાયેલા ઝારખંડના સંમ્મેત શિખર (Sammet Shikhar )અને ગુજરાતના ભાવનગર નજીક આવેલા શેત્રુંજય તીર્થ (Palitana Shetrunjay Tirth )પર્વત પર જે ધર્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેમાં જૂનાગઢમાં જૈન અગ્રણીઓએ રેલી કાઢી (Jain Community Rally Junagadh ) હતી. દરમિયાન જયધર્મ મહારાજસાહેબના ( Jaydharm Maharajsaheb )માર્મિક વચનો સામે આવ્યાં છે.

સમસ્ત જૈન સમાજે જૂનાગઢમાં રોષભેર કાઢી રેલી, મહારાજસાહેબે કહ્યાં માર્મિક વચન
સમસ્ત જૈન સમાજે જૂનાગઢમાં રોષભેર કાઢી રેલી, મહારાજસાહેબે કહ્યાં માર્મિક વચન

જૂનાગઢ શહેર જૈન સમાજના લોકોએ આજે ઉપરકોટ સ્થિત દેરાસરથી વિશાળ રેલીનું આયોજન

જૂનાગઢ ઝારખંડના સંમ્મેત શિખર (Sammet Shikhar )અપર પર્યટન ક્ષેત્ર વિકસાવવાને લઈને તેમજ ગુજરાતના ભાવનગર નજીક શેત્રુંજય પર્વત પર આવેલા નેમિનાથ દાદાના પગલામાં તોડફોડ કરનાર ઉપદ્રવીઓ સામે આકરી કાર્યવાહીની માગ ઉઠી હતી. શેત્રુંજય પર્વત (Palitana Shetrunjay Tirth )પર ચાલી રહેલી અસામાજિક બદીઓ અને દબાણને તાકીદે દૂર કરવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત જૂનાગઢ શહેર જૈન સમાજના લોકોએ આજે ઉપરકોટ સ્થિત દેરાસરથી વિશાળ રેલીનું (Jain Community Rally Junagadh )આયોજન કર્યું હતું.

આ પણ વાંચો પાલીતાણા મુદ્દે સરકારે બનાવી ટાસ્ક ફોર્સ, સરકારની જાહેરાત પહેલા ETV Bharatએ રજૂ કર્યો'તો અહેવાલ

આકરી કાર્યવાહી કરવાની માંગ આ રેલી શહેરના દિવાનચોક આઝાદ ચોક બસ સ્ટેશન વિસ્તાર થઈને જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હતી. જ્યાં કલેક્ટરના પ્રતિનિધિને આવેદનપત્ર પાઠવીને સંમિત શિખર અને શેત્રુંજય પર્વત (Palitana Shetrunjay Tirth )પર નેમીનાથ દાદાના ચરણ પાદુકાને નુકસાન કરનાર તત્વો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ રેલી (Jain Community Rally Junagadh )માં સમગ્ર જૂનાગઢ શહેરના શ્વેતાંબર અને દિગંબર જૈન સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

આ પણ વાંચો પાલિતાણા જૈન ભૂમિના સમર્થનમાં ગોધરા જૈન સમાજે રેલી યોજી

સમાજ લાઠીની ભાષા પણ જાણે છે પરંતુ અમે પલાઠીમાં ભરોસો રાખીએ છીએજૈન સમાજના આચાર્ય ભગવંત જયધર્મ મહારાજસાહેબ ( Jaydharm Maharajsaheb )ના સરકાર માટે માર્મિક વચનો સામે આવ્યાં છે. છે. જય ધર્મ મહારાજ સાહેબે સરકારને યાદ અપાવ્યું છે કે જૈન સમાજ લાઠીની નીતિ પણ ખૂબ જાણે છે, પરંતુ અમે મહાવીર સ્વામી દ્વારા આપવામાં આવેલી પલાઠીની નીતિ પર ભરોસો કરીએ છીએ અને તેના પર જ આગળ વધીશું, એટલે રાજ્ય અને કેન્દ્રની સરકાર જૈન ધર્મ સાથે જોડાયેલા દેવસ્થાનો અને ત્યાં નુકસાન કરી રહેલા આવારા તત્વોને તાકીદે રોકે તેમજ જૈન સમાજના ધર્મસ્થાનો અને ધર્મચારીઓનું રક્ષણ થાય તે દિશામાં મહત્વ પણ કામગીરી કરે તેવી માંગ (Jain Community Rally Junagadh ) પણ કરી હતી.

જૈન સમાજની માગણી સાથે સરકારનું વલણજૈનોના તીર્થસ્થાન પાલીતાણામાં (Palitana Shetrunjay Tirth )કેટલાક અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં લોકોની પજવણી વધી ગઇ હોવાનો મુદ્દો છે તે સહિતના પડતર મુદ્દાઓ અંગે હવે જૈન સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. રવિવારે અમદાવાદ બાદ આજે સુરત સહિતનાં શહેરોમાં જૈન સમાજની જંગી રેલી નીકળી હતી. આ રેલીમાં એક લાખ જેટલા જૈનો ઊમટી પડ્યા હતા અને રોષ પ્રગટ કરીને સરકારને પોતાની માગણીઓ સ્વીકારવા આહ્વાન કર્યું છે. જૈન સમાજના આ પ્રશ્ન અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપવા સાથે સરકારની કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. જૈન સમાજના પાલિતાણા સહિતના પ્રશ્નો ઉકેલવા સરકાર આગામી સમયમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સની (STF) રચના કરશે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે. તો બીજીબાજુ કેન્દ્ર સરકારે ઝારખંડમાં જૈનોના સંમ્મેત શિખર (Sammet Shikhar )નામના તીર્થસ્થળને પ્રવાસનધામ ન બનાવવાનો નિર્ણય પણ જાહેર કરી દીધો છે.

ABOUT THE AUTHOR

...view details