ગુજરાત

gujarat

ETV Bharat / state

ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈ જૂનાગઢના ભેસાણામાં શંકાના આધારે તપાસ - ભેસાણ ન્યુઝ

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં જૂનાગઢ બાદ હવે ભેસાણ યાર્ડમાં પણ શંકાને આધારે તપાસ કરવામાં આવી રહી છે. જેની વચ્ચે વિસાવદરના ધારાસભ્ય દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી સામે પૂર્વ કૃષિ પ્રધાન દિલીપ સંઘાણીએ સમગ્ર પ્રક્રિયામાંથી સરકારે ખાંસી અરજીને મગફળીની ખરીદી નાફેડને આપવાની વાત કરી છે.

ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈ જૂનાગઢના ભેસાણામાં શંકાના આધારે તપાસ
ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈ જૂનાગઢના ભેસાણામાં શંકાના આધારે તપાસ

By

Published : Feb 4, 2020, 3:39 PM IST

જૂનાગઢ : જિલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને આક્ષેપો બાદ તપાશ કરવામાં આવતા કેટલીક ખરીદીમાં અયોગ્ય મગફળી બહાર આવી હતી. જેને લઈને પુરવઠા નિગમ દ્વારા 4 જેટલા અજાણ્યા આરોપીઓ સામે જૂનાગઢમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જેને લઈને જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી, ત્યાં આજે ભેસાણ યાર્ડમાં પણ મગફળીની ખરીદીને લઈને શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈ જૂનાગઢના ભેસાણામાં શંકાના આધારે તપાસ
આ સમગ્ર કૌભાંડની ભેસાણ મામલતદાર દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે જેને લઈને મામલો વધુ ગુચવાણ ભર્યો બનવા પામ્યો છે. આ તકે ભેસાણ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સમગ્ર ખરીદીમાં કરવામાં આવેલી ગોલમાલને લઈ આરોપીઓને આકરી સજા કરવામાં આવે તેવી માગ કરી છે, ત્યાં રાજ્યના પૂર્વ કૃષિ પ્રધાન દિલીપ સંઘાણીએ પણ સલાહ આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાંથી દૂર થઈને સમગ્ર પ્રક્રિયા નાફેડની આપવી જોઈએ જેથી કરીને સરકાર સમગ્ર મામલાથી બચી શકે અને જવાબદાર એજન્સીઓ સામે આકરી બનીને કોઈ કાર્યવાહી કરવા માટે મુક્ત રહે. જૂનાગઢ બાદ હવે જ્યારે ભેસાણમાં પણ મગફળીની ખરીદીને આક્ષેપો થયા છે, ત્યારે મગફળીને થઇ રહેલા રાજકારણમાં વધુ એક વખત ગરમાવો જોવા મળશે તે વાત ચોક્કસ છે.

ABOUT THE AUTHOR

...view details