કેશોદ તાલુકાના ખેડૂતોની જમીન ડુબમાં જતાં તંત્રને રજુઆત - આવેદનપત્ર
જૂનાગઢ: કેશોદના ઘેડ પંથકના બામણાસા ગામની આેઝત નદીનો વહેતો પ્રવાહ સામાન્ય વરસાદમાં છલકાય જતાં ખેડૂતોએ બાંધેલા ઉંચા માટીના પાળા તુટી જતાં 500 વિઘા જમીન પાણીના ડુબી જાય છે.

કેશોદ તાલુકાના ખેડૂતોની જમીન ડુબમાં જતાં તંત્રને રજુઆત
નદીમાં છેલ્લા 1 મહિનાથી પાણી ન આેસરતાં પાળો ફરી બાંધી શકાય તેમ નથી અને 500 વિઘાના ખેડુતોના પાકનો નાશ પામે તેવી પુરી શકયતાઓ છે. આ બાબતે કલેક્ટરને રજૂઆત કરતાં કેશોદના નાયબ મામલતદાર તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને પાણી આેસરતાં પાળાની કામગીરી હાથ ધરવા લેખિત બાંહેધરી આપી હતી.
કેશોદ તાલુકાના ખેડૂતોની જમીન ડુબમાં જતાં તંત્રને રજુઆત