જૂનાગઢઃસમગ્ર વિશ્વમાં એક માત્ર ગીરના જંગલમાં જોવા મળતા સિંહોની વચ્ચે મહિલાઓ પણ હવે વન વિભાગમાં રહીને કપરી અને મુશ્કેલ કહી શકાય તેવી નોકરી કરતી જોવા મળી રહી છે. વન વિભાગની નોકરી પુરુષ પ્રધાન માનવામાં(International Women's Day)આવતી હતી. વન વિભાગમાં નોકરી(Junagadh Forest Division)કરવા માટે આજદિન સુધી મહિલાઓ ખૂબ જ નિરુત્સાહી જોવા મળતી હતી. પરંતુ ગત કેટલાક સમયથી વન વિભાગની કપરી અને મુશ્કેલ કહી શકાય તેવી નોકરીનો સ્વીકાર મહિલાઓ કરી રહી છે. સતત સિંહ અને અન્ય હિંસક પ્રાણીઓની વચ્ચે વન વિભાગમાં ફરજ અદા કરી રહી છે.
મહિલા કર્મચારીઓની હાજરી પાંખી જોવા મળતી
વન વિભાગની આ મહિલા કર્મચારીઓ સિંહણ સમી બનીને વન વિભાગમાં (Women of the Forest Department )આજે પણ હિંમતપૂર્વક અને ઈમાનદારીથી ફરજ બજાવતી જોવા મળી રહી છે. એક સમય હતો કે, ગીરના જંગલમાં મહિલા કર્મચારીઓની હાજરી પાંખી જોવા મળતી હતી. સમય બદલાવાની સાથે હવે મહિલાઓ જંગલની સિંહણ બનીને જંગલના રાજા સિંહને બચાવવા અને તેનું રક્ષણ થાય (Forest of Junagadh Gir)તેમજ સિંહ અને જંગલનો વિસ્તાર વધે તે માટે આજે ફરજ નિભાવી રહી છે.
મહિલાઓ જંગલની નોકરી સ્વીકારવા તૈયાર થતી ન હતી
ગીરના જંગલમાં સિંહો વચ્ચે કામ કરતી ગુજરાતની સિંહણો સિંહોની વચ્ચે રહીને કામ સફળતાપૂર્વક (Rescue of lions in the forest department)કરી રહી છે. વન વિભાગની કપરી અને મહિલાઓ માટે મુશ્કેલ જણાતી નોકરીમાં મહિલા કર્મચારીઓ અને અધિકારીઓ પોતાના પરિવાર સાથે જવાબદારીનું સંકલન કરીને પોતાના પરિવાર- પતિ બાળકોની સાથે જંગલના પશુ, પક્ષી, પ્રાણી અને વનસ્પતિનું પણ રક્ષણ કરતી મહિલાઓ પુરુષ સમોવડી બનીને ગીર વિસ્તારમાં કામ કરતી જોવા મળી રહી છે, એક સમય હતો કે મહિલાઓ જંગલની નોકરી સ્વીકારવા તૈયાર થતી ન હતી, ત્યારે આજે વર્ષો બાદ આ પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે.
પહેલા પુરુષ કર્મચારીઓ અને અધિકારીઓ જ આ ફરજ બજાવતાં
ગીરના જંગલોમાં કર્મચારીથી લઈને અધિકારી સુધીના પદો પર ઘણી મહિલાઓ સફળતાપૂર્વક કામ કરી રહી છે. ગીરના જંગલમાં ગાઈડ તરીકે પણ હવે મહિલાઓ સફળતાપૂર્વક પોતાની ફરજ અદા કરી રહી છે. ગીરનું જંગલ એશિયામાં એક માત્ર જોવા મળતા સિંહને લઇને સમગ્ર વિશ્વમાં જાણીતું છે ત્યારે સિંહોની વચ્ચે રહીને સિંહણસમી આ મહિલા કર્મચારીઓ વન વિભાગમાં ફરજ અદા કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન ગીર તરફ ખેંચી રહી છે. એક સમયે વન વિભાગમાં પુરુષ કર્મચારી જ જોવા મળતા હતાં. હવે સમય બદલાયો છે અને જે કામ વર્ષો પહેલા પુરુષ કર્મચારીઓ અને અધિકારીઓ કરતા હતાં એ કામ અને તેનાથી પણ સવાયું કામ મહિલા કર્મચારીઓને અધિકારી આજે ગીરના સિંહોની વચ્ચે રહીને કામ સફળતાપૂર્વક કરી રહી છે. પોતાના પરિવારની સાથે જંગલના પશુ-પક્ષીને જાણે પોતાનો બીજો પરિવાર સમજીને આ મહિલા કર્મચારીઓ આજે સાચા અર્થમાં પોતે શક્તિનું રૂપ છે તે સાબિત કરી આપે છે.