સમગ્ર રાજયમાં શાળા કક્ષાના આરોગ્ય ચકાસણીનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ વંથલીના જવાહર વિનય મંદિરમાં શાળા આરોગ્ય ચકાસણીના કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ આગામી 30મી જાન્યુઆરી સુધી ચાલશે. આ કાર્યક્રમ અંતર્ગત નવજાત બાળકથી લઈને આંગણવાડી પ્રાથમિક શાળા અને ધોરણ 12 સુધીનો અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવશે.
વંથલીના જવાહર વિનય મંદિરમાં શાળા કક્ષાના આરોગ્ય ચકાસણીનો પ્રારંભ - junagadh vanthali latest news
જૂનાગઢ : સમગ્ર રાજ્યની શાળામાં આરોગ્ય ચકાસણીનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. ત્યારે વંથલીના જવાહર વિનય મંદિરમાં પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા દ્વારા આરોગ્ય ચકાસણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ આરોગ્ય ચકાસણીનો કાર્યક્રમ 30મી જાન્યુઆરી સુધી ચાલશે.

etv bharat
વંથલીના જવાહર વિનય મંદિરમાં શાળા કક્ષાના આરોગ્ય ચકાસણીનો પ્રારંભ
રાજ્ય સરકાર બાળકોના આરોગ્યને લઈને ચિંતિત જોવા મળી રહી છે. ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને પોષણક્ષમ આહાર, સ્વચ્છ પીવાનું પાણી, તેમજ તેમનું આરોગ્ય જળવાઈ રહે તે માટે એક પખવાડિયા સુધી આરોગ્ય કર્મચારીઓ શાળાઓની રૂબરૂ મુલાકાત લઈને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે. તેમજ આગામી 30 જાન્યુઆરી સુધી આરોગ્ય કર્મચારીઓ બાળકોના આરોગ્યની તપાસ કરશે.