ગુજરાત

gujarat

ETV Bharat / state

હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈને ઇટલીના મહિલા સાધ્વી ભવનાથના મેળામાં આવી - હિંન્દુ ધર્મથી પ્રભાવિત થઈ

હિન્દુ ધર્મ દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ છે. હિન્દુ ધર્મની શક્તિ અને તેની ભક્તિ દેશ અને દુનિયાના સીમા પાર પહોંચી રોમના મહિલા સાધ્વી આવ્યા છે. ભવનાથના શિવરાત્રી મેળામાં ભારતની પારંપરિક અને પ્રાચીન હિંન્દુ સંસ્કૃતિ ભારતના પાયાના પથ્થર તરીકે આજે પણ પૂજવામાં આવે છે, ત્યારે આ જ સંસ્કૃતિથી પ્રભાવિત થઈને યુરોપના રોમ વિસ્તારની એક મહિલા ભવનાથમાં યોજાતા શિવરાત્રીના મેળામાં સાધ્વીના રૂપમાં ભાગ લઇ રહી છે. છેલ્લા ઘણા સમયથી હિંન્દુ ધર્મથી પ્રભાવિત થયેલી આ સાધ્વી આજે રોમે રોમથી હિંદુ ધર્મ પ્રત્યે ખૂબ જ આસ્થા અને લાગણી ધરાવે છે.

હિંન્દુ ધર્મથી પ્રભાવિત થઈને ઇટલીના મહિલા સાધ્વી આવ્યા ભવનાથના મેળામાં
હિંન્દુ ધર્મથી પ્રભાવિત થઈને ઇટલીના મહિલા સાધ્વી આવ્યા ભવનાથના મેળામાં

By

Published : Feb 16, 2020, 11:39 PM IST

જૂનાગઢઃ સોમવારના રોજથી ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો શુભારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે આ મેળામાં સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં ભગવાન શિવના સૈનિક તરીકે જેને સમગ્ર સૃષ્ટિ પર પૂજવામાં આવે છે. તેવા નાગા સંન્યાસીઓ અને સાધુસંતોને ખુબ મોટી સંખ્યામાં ભવનાથ તળેટી તરફ હાજરી જોવા મળે છે. સાધુ સંતો અને નાગા સંન્યાસીઓની વચ્ચે યુરોપના રોમમાંથી આવેલી અને ભારતમાં અન્નપૂર્ણા નામ ધારણ કરીને હિંન્દુ ધર્મમાં આસ્થા ધરાવતી સાધ્વી અન્નપુર્ણ પણ આ શિવરાત્રી મેળામાં ભાગ લેવા માટે જૂનાગઢ પધાર્યા છે, તેઓ એક અદના ભારતીય સાધુ હોય તે પ્રમાણે માનવ પોતાનું સ્થાન જમાવીને હિન્દુ ધર્મની સ્તુતિ કરી રહ્યાં છે.

હિંન્દુ ધર્મથી પ્રભાવિત થઈને ઇટલીના મહિલા સાધ્વી આવ્યા ભવનાથના મેળામાં
એક તરફ આપણે આપણી હિન્દુ સંસ્કૃતિ અને આપણી ભારતીય પરંપરાઓથી ધીરે ધીરે વિમુખ થતા જઈ રહ્યા છે, તો બીજી તરફ આજે ભારતીય હિંદુ સંસ્કૃતિ અને સનાતન ધર્મ ભારતમાં સીમાઓને ઓળંગીને છેક યુરોપ સુધી પહોંચી રહ્યો છે, જે દેશોની સંસ્કૃતિમાં દ્રાક્ષને મહત્વ આપવામાં આવે છે, એવા દેશોમાં હવે રુદ્રાક્ષને લઈને લોકો વિચારતા થયા છે, હિન્દુ સનાતન ધર્મ અને આપણી પ્રાચીન હિન્દુ પરંપરાઓ કેટલી મજબૂત અને અતૂટ છે. યુરોપના રોમમાંથી પણ ભારતીય હિન્દુ ધાર્મિક પરંપરાઓને લઈને ત્યાંના ધાર્મિક વિચારો ધરાવતા સાધુ અને સંતો ભારત તરફ ખેંચાઈ આવે છે અને સનાતન હિન્દુ ધર્મમાં પોતાની આસ્થા વ્યક્ત કરીને હિંન્દુ ધર્મની પરંપરાને આગળ ધપાવતા જોવા મળી રહ્યા છે.
હિંન્દુ ધર્મથી પ્રભાવિત થઈને ઇટલીના મહિલા સાધ્વી આવ્યા ભવનાથના મેળામાં
ભારતમાં અન્નપુર્ણ નામ ધારણ કરીને રહેતા યુરોપના માતાજી છેલ્લા છ મહિનાથી ભારતમાં પરિભ્રમણ કરી રહ્યાં છે. આજથી 36 વર્ષ પહેલા રોમના એક વ્યક્તિ ભારત ભ્રમણ માટે આવ્યા હતા. ત્યારે જે તે સમયે સાધ્વી અન્નપૂર્ણા તેમના સંપર્કમાં આવ્યા હતા અને હિન્દુ ધર્મમાં અને ભારતીય સનાતન પરંપરાને લઈને કેટલીક માહિતીઓ એકત્ર કરી હતી અને આ જ માહિતી આજે અન્નપૂર્ણાને ભવનાથની ગિરિ તળેટી તરફ ખેંચી લાવી છે. અન્નપૂર્ણા શિવના સૈનિકની માફક એક અદના સાધ્વી તરીકે અખાડામાં આસન જમાવીને આગામી શિવરાત્રી સુધી ભગવાન ભોળાનાથનો અનુષ્ઠાન કરીને તેમની હિંન્દુ ધર્મ અંગેની માન્યતાઓને વધુ પ્રબળ બનાવશે.

ABOUT THE AUTHOR

...view details