હિન્દુ ધર્મથી વિદેશી લોકો પણ પ્રભાવિત થઈ રહ્યા છે, જેનું પ્રમાણ હવે ફ્રાન્સની યુવતી પણ આપી રહી છે. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ભારત ભ્રમણ કરી રહેલી આ યુવતી હિન્દુ ધર્મને સમજવા માટે અને તેની પરંપરાઓને અભ્યાસ માટે હિન્દી આવશ્યક હોવાને કારણે આ યુવતી હિન્દી સમજવાની સાથે આજે થોડું થોડું હિન્દી બોલી પણ શકે છે. જૂનાગઢમાં મુકામ કરી રહી છે. હિંદુ ધર્મ પ્રત્યેની તેની લાગણી અને આસ્થા જોઈને કોઈપણ વ્યક્તિ એવું ના કહી શકે કે, આ યુવતી જન્મથી ભારતીય નથી. આ યુવતી આજે છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢમાં રહીને ગિરિ તળેટી અને ગિરનારમાં આવેલા દેવસ્થાનોનો ધાર્મિક અભ્યાસ કરી રહી છે. અહીંનું ધાર્મિક વાતાવરણ જોતા તે હિંદુ ધર્મ પ્રત્યે વધુ સભાન બની અને હિન્દુ ધર્મમાં ઓતપ્રોત બનતી જોવા મળી રહી છે.
હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈને ફ્રાન્સની યુવતી પહોંચી જૂનાગઢ - પશ્ચિમી સંસ્કૃતિ
જૂનાગઢ: હિન્દુ ધર્મ વિશ્વનો પ્રાચીન ધર્મ માનવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મના અનુયાયીઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ જૂનાગઢમાં જોવા મળ્યું છે. ફ્રાન્સની અગસ્ટા નામની યુવતીએ હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈને મોપેડ પર ભારત ભ્રમણ યાત્રા શરૂ કરી છે. કર્ણાટકથી શરૂ થયેલી ધાર્મિક ભારત ભ્રમણ યાત્રા ગુરુવારે ગુજરાતના જૂનાગઢ આવી પહોંચી હતી.
અગસ્ટા તેની ભારત ભ્રમણ યાત્રા દરમિયાન ગુપ્ત પ્રયાગમાં આયોજિત મહાકુંભ મેળામાં પણ ભાગ લઈને હિન્દુ ધર્મની ધાર્મિક પરંપરાઓથી વાકેફ થઈ હતી. એટલું જ નહી ખુબ જ કપરી માનવામાં આવે છે. તેવી ચારધામની યાત્રા પણ આ ફ્રાન્સની યુવતીએ પગપાળા ચાલીને પૂરી કરી છે. એક તરફ આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ ખેંચાઇ રહ્યા છે. તો બીજી તરફ આજ પશ્ચિમી સંસ્કૃતિ હિન્દુ ધર્મ પ્રત્યે જાગૃત બની રહી છે તે બતાવી આપે છે કે, હિન્દુ ધર્મના મૂળ સમગ્ર વિશ્વમાં વ્યાપેલા હશે અને તેને કારણે જ યુરોપના લોકો પણ હવે હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા થયા છે.
ગાયત્રી મંત્ર હોય કે, હનુમાન ચાલીસા હિન્દુ દેવી-દેવતાઓની પ્રતિમા જોઈને બિલકુલ ભારતીય અંદાજમાં બોલી ઊઠે છે. જય હનુમાનજી મહારાજ એક તરફ આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ ખેંચાઇ રહ્યા છે. બીજી તરફ પશ્ચિમી સંસ્કૃતિ હિંદુ ધર્મ પ્રત્યે જાગૃત બની રહી છે. તે બતાવી આપે છે કે, હિન્દુ ધર્મના મૂળ સમગ્ર વિશ્વમાં વ્યાપેલા હશે અને તેને કારણે જ યુરોપના લોકો પણ હવે હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા થયા છે. આ એજ આસ્થા હશે કે, જે અગસ્ટા જેવી વિદેશી યુવતીને હિન્દુ ધર્મમાં જોડાયેલી ભાવના આજે તેને ભારત વર્ષ તરફ ખેંચી રહી છે.