ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં ભારત બંધને મિશ્ર પ્રતિભાવ - Junagadh news

CAA અને NRC મુદ્દે આજે કેટલીક સંસ્થાઓ દ્વારા ભારત બંધનો એલાન આપવામાં આવ્યું હતું, જેને જૂનાગઢમાં મિશ્ર પ્રતિભાવ સાંપડ્યો છે. કેટલાક વિસ્તારોએ સજ્જડ બંધ જોવા મળ્યું હતુ, તો કેટલાક વિસ્તારોમાં બંધથી અડગા રહી લોકોએ પોતાનું કામકાજ ચાલુ રાખ્યું હતુ.

junagadh
જૂનાગઢમાં ભારત બંધને મળ્યો મિશ્ર પ્રતિભાવ

By

Published : Jan 29, 2020, 4:40 PM IST

જૂનાગઢઃ જૂનાગઢ શહેરના ચિતાખાના ચોક જગમાલ ચોક સંઘાડીયા બજાર સહિતના વિસ્તારોમાં બંધને સમર્થન જોવા મળ્યું હતુ. તો બીજીતરફ કાળવાચોક, રાણાવાવ ચોક, મોતીબાગ, એસટી બસસ્ટેન અને વણઝારી ચોક જેવી બજારોએ બંધમાં જોડાયા નહોતા. આજનું ભારત બંધ સ્પષ્ટ અને ચોક્કસ રીતે બે ભાગમાં વિભાજિત થતું જોવા મળ્યું હતું. ચોક્કસ જ્ઞાતિના વેપારીઓ બંધમાં જોડાઈને આજના બંધને સફળ બનાવ્યું હતું તો ચોક્કસ જ્ઞાતિના વેપારીઓએ બંધમાં નહીં જોડાયને આ બંધને સફળ બનાવ્યું હતું.

જૂનાગઢમાં ભારત બંધને મળ્યો મિશ્ર પ્રતિભાવ

ABOUT THE AUTHOR

...view details