ચોમાસાની શરૂઆત થતા ખારેકનું બજારમાં આગમન થાય છે. હાલમાં શહેરમાં ઠેરઠેર ફળોની દુકાનો તથા લારીઓમાં ખારેક જોવા મળી રહી છે. ત્યારે કચ્છમાં ઈઝરાયલના નામે સુપ્રસિદ્ધ ખારેક બજારોમાં વેંચાઇ રહી છે.દુકાનો લારીઓમાં ખારેકનું વેચાણ થઇ રહ્યું છે. ખારેક શરીરમાં અનેક રોગોમાં ફાયદારૂપ એક ઔષધ સમાન છે.
જુનાગઢની બજારોમાં ઇઝરાયલ ખારેકની વધી માંગ - market
જુનાગઢ: માંગરોળની બજારમાં કચ્છ અમૃત અને ઇઝરાયલ ખારેકનું આગમન થયું છે. હાલમાં શહેરમાં ઠેરઠેર ફળોની દુકાનો તથા લારીઓમાં ખારેક જોવા મળી રહી છે. ત્યારે કચ્છમાં ઈઝરાયલના નામે સુપ્રસિદ્ધ ખારેક બજારોમાં વેંચાઇ રહી છે.
જુનાગઢની બજારોમાં ઇઝરાયલ ખારેકની વધી માંગ
આ ખારેક વધુ પડતી કચ્છ અને રેતીયાળ વિસ્તારમાં તેની વધુ ખેતી થતી હોય છે. ત્યારે સોરઠની ધરતીમાં પણ અનેક જગ્યાએ ખેડૂતો ખારેકની ખેતી તરફ આગળ વધી રહયા છે અને તેમા સફળતા મેળવી ઓછા ખર્ચે સારૂ વળતર મેળવી રહ્યા છે.
ખારેકમાં કેલ્શિયમ, મેગનેશીયમ, મેંગેનીઝ, પોટેશિયમ સલ્ફર, આયર્ન, કોપર સહીતના પ્રોટીનસથી ભરપુર હોવાથી શરીરમાં અનેક રીતે ફાયદાકારક હોય છે. હાલમાં બજારોમાં ખારેકનું આગમન થઇ હયું છે.જોકે હજુ ખરીદીમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહી છે.