ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ : મગફળીની આવકમાં વધારો, વરસાદના કારણે મગફળીની ગુણવત્તાને અસર - ટેકાના ભાવે મગફળીની ખરીદી

ખરીફ ઋતુમાં ઉત્પાદિત થયેલી મગફળીની આવક સતત વધી રહી છે, પરંતુ વરસાદના કારણે મગફળીની ગુણવત્તા ગત વર્ષની સરખામણીએ થોડી નબળી કક્ષાની જોવા મળી રહી છે.

જૂનાગઢ
જૂનાગઢ

By

Published : Nov 6, 2020, 6:54 PM IST

Updated : Nov 6, 2020, 7:16 PM IST

  • ગત વર્ષની સરખામણીએ મગફળીની આવકમાં વધારો પણ ગુણવત્તા ઘટી
  • ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સરકારે ટેકાનો ભાવ વધાર્યો
  • ખુલ્લી બજારમાં મગફળીના ભાવ વધે તેવી શક્યતા
    ખુલ્લી બજારમાં મગફળીના ભાવ વધે તેવી શક્યતા

જૂનાગઢ : ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળીનું ઉત્પાદન વધુ થયું છે, પરંતુ પાછતરા અને અતિ ભારે વરસાદને કારણે મગફળીના ઉતારા અને તેની ગુણવત્તા પર માઠી અસરો જોવા મળી રહી છે, ગત વર્ષે 12થી 15 મણના ઉતારા સાથે મગફળી જોવા મળી હતી. જ્યારે આ વર્ષે 20થી 25 મણનો ઉતારો થવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી, પરંતુ પાછતર અતિભારે વરસાદને કારણે ઉતારાની સાથે મગફળીની ગુણવત્તામાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

વરસાદના કારણે મગફળીની ગુણવત્તાને અસર

કમોસમી અને અતિ ભારે વરસાદ પડવાને કારણે મગફળીની ગુણવત્તા ઘટી

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો, ચોમાસુ પાકમાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું હતું. જેની સામે ઉત્પાદન પણ ખૂબ વધુ જોવા મળી રહ્યું છે, પરંતુ જે સમયે મગફળી તૈયાર થઈને બહાર આવવાની સમયે કમોસમી અને અતિ ભારે વરસાદ પડવાને કારણે મગફળીની ગુણવત્તા પર માઠી અસર જોવા મળી રહી છે. જેના કારણે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી વેચાણ પ્રક્રિયામાં ખેડૂતો ઓછો ઉત્સાહ દર્શાવી રહ્યા છે.

મગફળીની આવકમાં વધારો

માત્ર 10થી 12 ટકા જ ખેડૂતો મગફળીનું વેચાણ કરવા માટે આવ્યા

ખેડૂતોને સરકાર દ્વારા SMSથી જાણ કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 10થી 12 ટકા જ ખેડૂતો મગફળીનું વેચાણ કરવા માટે આવ્યા છે. જે પૈકીના 8થી 10 ટકા ખેડૂતોની મગફળી ગુણવત્તાયુક્ત હોવાને કારણે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવી છે.

મગફળીની આવકમાં વધારો, વરસાદના કારણે મગફળીની ગુણવત્તાને અસર

ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવોમાં 37 રૂપિયાનો વધારો

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સરકારે ટેકાના ભાવમાં 37 રૂપિયાનો વધારો કર્યો છે. ગત વર્ષે 1,018ના ટેકાના ભાવે મગફળી ખરીદી હતી. જેની સામે ચાલુ વર્ષે સરકારે 1,055 ટેકાના ભાવો નક્કી કરીને મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે, પરંતુ અતિ ભારે વરસાદને કારણે મગફળીની ગુણવત્તા ઘટતી જોવા મળી રહી છે. જેને કારણે મોટાભાગના ખેડૂતોની મગફળી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણ મુજબ ગુણવત્તાયુક્ત નહીં હોવાને કારણે સરકાર તેની ખરીદી શકાતી નથી. જેથી આવી મગફળી ખુલ્લી બજારમાં વેચાણ માટે આવી રહી છે.

જૂનાગઢ APMCમાં 7 લાખ ગૂણીની આવકની શક્યતા

ગત વર્ષે જૂનાગઢ APMCમાં ખરિફ સિઝન દરમિયાન 7 લાખ ગુણી મગફળીની આવક થઇ હતી, જેની સરખામણી આ વર્ષે પણ આટલી જ સંખ્યામાં મગફળીની આવક થવાની શક્યતાઓ APMCના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. ગત વર્ષે જે પ્રકારે 10થી 12 મણ ઉત્પાદન થયું હતું, તેમાં આ વર્ષે વધારો થવાની શક્યતા જોવાઇ રહી હતી અને ચોમાસાના પ્રારંભિક સમયમાં શક્યતાઓ સાચી ઠરશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ પાછળથી પડેલા વરસાદને કારણે મગફળીને ખૂબ મોટું નુકસાન થયું છે. જેની નકારાત્મક અસર મગફળીની ગુણવત્તા અને બજાર ભાવો પર મળી રહી છે.

Last Updated : Nov 6, 2020, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details