ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી - Rain

જૂનાગઢ: આગામી દિવસોમાં જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે શક્યતાઓ દર્શાવી છે.

Weather Department

By

Published : Jul 28, 2019, 11:58 AM IST

સમગ્ર સૌરાષ્ટ્ર પર મેઘરાજાનુ અકળાવનારુ મૌન સૌ કોઈને હવે ખલી રહ્યું છે. જે પ્રકારે મેઘરાજા સૌરાષ્ટ્ર પરથી રિસાયા છે તેને લઈને સૌ કોઈ ચિંતિત છે પરંતુ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વાતાવરણમાં સર્જાયેલ ચોમાસાની શક્યતાઓને લઇને હવે હવામાન વિભાગ પણ વરસાદ થશે તેવી શક્યતાઓ દર્શાવી રહ્યા છે.

છેલ્લા દસ વર્ષમાં સૌથી નબળો સમય કહી શકાય તેવા સમયનો સામનો સૌરાષ્ટ્રવાસીઓ કરી રહ્યા છે. પાછલા વર્ષમાં આ સમય દરમ્યાન એવરેજ વરસાદ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો હતો. પરંતુ આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી રહી છે. સરેરાશ વરસાદ કરતાં પણ ખૂબ ઓછો વરસાદ સૌરાષ્ટ્ર પર પડ્યો છે. જેને કારણે જગતનો તાત અને સમગ્ર સૌરાષ્ટ્ર વાસીઓએ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે.

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી

હવામાન વિભાગે સમગ્ર સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ તો કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. બંગાળના અખાતમાં સર્જાઈ રહેલું હવાનુ નીચું દબાણ પણ સૌરાષ્ટ્ર પર ભારે વરસાદ લાવવા માટે પૂરતું છે અને આ હવાનુ નીચું દબાણ અરબી સમુદ્રમાં ધીમે ધીમે આગળ વધી શકે છે. જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ થશે તેવો આશાવાદ કૃષિ હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details