જૂનાગઢ:પખાવજ કલા ભારતની વર્ષો જૂની સૂર અને સંગીતની સાધના સાથે જોડાયેલી કલા છે. રાજા રજવાડાઓના સમયમાં રાજ પરિવારો દ્વારા ખાસ પખાવજ કલાને મહત્વ આપવામાં આવતું હતું. ત્યારે 1થી લઈને 5 ડિસેમ્બર સુધી જૂનાગઢના આંગણે પાંચ રાજઘરાનાઓના પખાવજ વાદકોએ ચાર તાલનો સંગ કરીને એક સાથે પખાવજના સુર રેલાવ્યા હતા.
લુપ્ત થઈ રહી છે આ કલા:એક સમયે રાજઘરાનાઓની ઓળખ બનેલી પખાવજ કલા અને તેના વાદકો આજે ખૂબ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એક સમયે પખાવજ કલા અને વાદકોની બોલબાલા હતી. આજે પખાવજને લઈને લોકોમાં જાણકારી ખૂબ ઘટી ગઈ છે જેને કારણે રાજઘરાનાઓની આ સૂર અને સંગીતની સાધના આજે લુપ્તપ્રાય થવા સુધી પહોંચી ગઈ છે.
ગિરનાર મહોત્સવમાં પાંચ રજવાડાઓના પખાવજવાદકોએ રેલાવ્યા સુર
'પખાવજ કલામાં લોકોનો રસ ઓછો થયો છે જેને કારણે સંગીતની આ સાધના લુપ્તપાય બનવા જઈ રહી છે. વાદકો લોકો સુધી પહોંચે તો આજે પણ પખાવજ કલા અને ખાસ કરીને સુર અને સંગીતની આ સાધના ફરી એક વખત તેના સર્વોચ્ચ સ્થાન પર જોવા મળશે. આધુનિક યુગમાં યુવાનો પખાવજ કલાને લઈને ગંભીરતાથી શીખવા માટે આગળ આવતા નથી. જેને કારણે પખાવજના જુજ વાદકો આજે ભારતમાં કલાને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.'- મનોજ સોલંકી, પખાવજ વાદક, પુણે રાજઘરાના
ધૈર્ય સાથે મહાવરાથી કરવો પડે રિયાઝ:પખાવજને વગાડવા માટે ખૂબ જ ધૈર્ય સાથે વર્ષો સુધી રિયાઝ કરવો પડે છે. ત્યારબાદ કોઈપણ વ્યક્તિ પખાવજના સારા વાદક તરીકે આપોઆપ બહાર આવી જાય છે. આજના યુગમાં લોકો કલા પ્રત્યે રુચિ ધરાવે છે, પરંતુ કલાકાર બનવા માટે જે ધૈર્ય અને રિયાઝ કરવાની ક્ષમતા હોવી જોઈએ તેમાં ઉણપ જોવા મળે છે. જેથી પખાવજના નવા કલાકારો બહાર આવતા નથી. ભારતની ચિત્રાંગના આજે પણ ખૂબ સારી પખાવજ વાદક તરીકે ઓળખાય છે. પરંતુ મહિલા પખાવજ વાદકોની સંખ્યા આજે આંગળીના વેઢે ગણી શકાય તેટલી જૂજ છે.
ગિરનાર મહોત્સવ કાર્યક્રમના સમાપન પ્રસંગે પાંચ રજવાડાઓના પખાવજવાદકોની એક કચેરીનું આયોજન થયું હતું. જેમાં રાજઘરાનાઓના પખાવજવાદકોએ હાજર રહીને જૂનાગઢવાસીઓને પખાવજના સૂર અને તાલ સાથે ડોલાવ્યા હતા. પખાવજવાદનનો જૂનાગઢમાં આ પ્રકારે પહેલો કાર્યક્રમ હતો. એક સાથે પાંચ રાજઘરાનાઓના પખાવજ વાદકોની કચેરી યોજીને એક સાથે પખાવતના સૂર રેલાવતા જોવા મળ્યા હતા.
- Kharad Dhari Craft : પ્રાચીન અને દુર્લભ એવી ખરડ ધરી હસ્તકલાને લુપ્ત થતા બચાવવાના કચ્છી કારીગરોના પ્રયત્નો
- Kutch Rogan Art: કચ્છનો કસબી ભણવાનું મૂકી 400 વર્ષ જૂની રોગાન કળામાં આગળ વધ્યો, મેળવ્યો રાજ્ય હસ્તકલા એવોર્ડ