જુનાગઢઃ માળીયા હાટીનાના જુથડ ગામના સરપંચ પુત્ર નો પાણી મામલે કરેલી ટીપ્પણીનો ટેલિફોનીક ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. ગામના જાગૃત નાગરિકને છ મહિનાથી પાણી ન મળતાં સરપંચને ફોન કરીને રજૂઆત કરતા સરપંચ પુત્રએ યોગ્ય જવાબ દેવાને બદલે 'જે થાઈ એ કરી લે, જ્યાં જવુ હોઈ ત્યાં જા પાણી નહી મળે' કહી સરપંચ પુત્રએ આવા ઉડાવ શબ્દોમાં જવાબ આપ્યો હતો.
માળીયા હાટીનાના જુથડ ગામના સરપંચ પુત્રનો પાણીના મામલે ઓડિયો થયો વાયરલ - ટેલિફોનીક ઓડિયો વાયરલ
જાગૃત નાગરિકને છ મહિનાથી પાણી ન મળતાં સરપંચને ફોન કરીને રજૂઆત કરતા સરપંચ પુત્રએ યોગ્ય જવાબ દેવાને બદલે, 'જે થાઈ એ કરી લે, જ્યાં જવુ હોઈ ત્યાં જા પાણી નહી મળે' કહી સરપંચ પુત્રએ કોઇ જવાબ ન આપ્યો. આ ઓડિયો વાયરલ થઇ રહ્યો છે.
![માળીયા હાટીનાના જુથડ ગામના સરપંચ પુત્રનો પાણીના મામલે ઓડિયો થયો વાયરલ માળીયા હાટીના જુથળ ગામના સરપંચ પુત્રનો પાણીના મામલે ઓડિયો થયો વાયરલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7363390-thumbnail-3x2-juna.jpg)
માળીયા હાટીના જુથળ ગામના સરપંચ પુત્રનો પાણીના મામલે ઓડિયો થયો વાયરલ
માળીયા હાટીના જુથળ ગામના સરપંચ પુત્રનો પાણીના મામલે ઓડિયો થયો વાયરલ
લોકો સરપંચને મત આપી ગામનું પ્રતિનિધિત્વ આપતા હોય છે. અને કામ માટે યોગ્ય રજુઆત કરતા હોય છે. સરપંચ પણ ગામના પ્રશ્રો બાબતે યોગ્ય કામ કરતા હોય છે પણ જુથડ ગામના સરપંચ અને પુત્ર બન્ને અરજદારોને યોગ્ય જવાબ આપવાને બદલે પોતાનો વાણીવિલાસ અને ગેરવર્તનથી ઉડાવ જવાબ આપતા અરજદારમાં રોષે ભરાયો હતો.