જૂનાગઢ : નાતાલ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં આ દિવસો દરમિયાન લોકો નાતાલ અને સાન્તા ક્લોઝ ની યાદો સાથે જોડાયેલી ચિજોની ખરીદી કરવા માટે આવતા હોય છે. પરંતુ પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે નાતાલની ખરીદીમાં કોઈ વિશેષ ઉત્સાહ કે માહોલ જોવા મળતો નથી. પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં પણ વધારો થયો છે, તેની ખરીદ કિંમત માં વધારો થતા છૂટક બજારમાં પણ 25થી 50 રૂપિયાનો વધારો જોવા મળે છે. જેને કારણે પણ બજારમાં ખરીદી ઓછી જોવા મળી છે.
પાછલા વર્ષની સરખામણીએ ધીમે ધીમે નાતાલ પર્વનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે નાના બાળકો ખાસ કરીને આ દિવસો દરમિયાન સાન્તાક્લોઝ ના અવતારમાં પોતાને જોવા માંગે છે. જેથી સાન્તાક્લોઝ સાથે જોડાયેલી ચીજ વસ્તુઓની ખરીદી ની માંગ બાળકોમાં ચોક્કસ જોવા મળે છે, જેને કારણે તેઓ આજે ખરીદી માટે આવ્યા છે.- સુનિલ ચૌહાણ, ગ્રાહક
બજારમાં મંદિનો માહોલ : પાછલા કેટલાક વર્ષોથી રાજસ્થાનના સ્થાનિક લોકો નાતાલના પર્વ દરમિયાન જિલ્લામાં આવીને વર્ષભરની રોજગારી પ્રાપ્ત કરતા હોય છે. પરંતુ આ વર્ષે નાતાલની ખરીદીમાં કોઈ વિશેષ ઉત્સાહ જોવા મળતો નથી. જેને કારણે પણ આ રાજસ્થાનના સ્થાનિક લોકો ખરીદી ના માહોલને લઈને નિરાશ થયા છે. નાતાલના તહેવારો દરમિયાન એક અઠવાડિયા સુધી વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી થતી હોય છે. પરંતુ આ વર્ષે હજુ ખરીદીનો કોઈ વિશેષ માહોલ જોવા મળતો નથી. એકલ દોકલ ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે, જેને કારણે મોટાભાગની ચીજ વસ્તુઓ આજે પણ વેચાયા વગર પડેલી જોવા મળી રહી છે.
પાછલા કેટલાક વર્ષોથી તેઓ નાતાલના દિવસો દરમિયાન જૂનાગઢ માં રોજગારી મેળવવા માટે આવે છે. પરંતુ આ વર્ષે ખરીદીનો કોઈ ચોક્કસ માહોલ જોવા મળતો નથી. જેને કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખૂબ ઓછી ચીજ વસ્તુઓનું વેચાણ થાય તેની ચિંતા પણ તેમને સતાવી રહી છે. વધુમાં કાચા માલ માં થયેલા ભાવ વધારાને કારણે છૂટક બજારમાં પણ પ્રત્યેક ચીજોના ભાવ વધી ગયા છે, જેના કારણે પણ તેમને અને ખરીદી માટે આવતા ગ્રાહકોને અનેક મુશ્કેલીઓ પડી છે. - રાજસ્થાનથી રોજગારી માટે આવેલા કૈલાશ ગુર્જર
- Statue of Unity : મિની વેકેશનની મજા માણવા પ્રવાસીઓનું ઘોડાપૂર 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે ઉમટી પડ્યું
- Ramlala's Pran Pratishtha : આ સુક્ષ્મ શુભ મુહૂર્તમાં રામલલાની થશે પ્રાણ પ્રતિષ્ઠા, બની રહ્યો છે અદભુત સંયોગ