ગુજરાત

gujarat

ETV Bharat / state

મગફળી ખરીદીમાં ગેરરીતીનો મુદ્દો : જૂનાગઢ પુરવઠા વિભાગે નોંધાવી પોલીસ ફરિયાદ

જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને ઉહાપોહ જોવા મળી રહ્યો હતો. જેને પગલે સરકારના પુરવઠા વિભાગે મગફળીની તપાસ કરવાનો આદેશ અધિકારીઓને કરતા જેમાં તપાસના અંતે કેટલીક ગેરરીતિઓ બહાર આવી હતી. જેને લઇને પુરવઠા વિભાગ દ્વારા આરોપીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.

By

Published : Feb 1, 2020, 10:10 PM IST

jnd
જૂનાગઢ

જૂનાગઢ : છેલ્લા બે દિવસથી મગફળીની ખરીદીને લઈને અનેક શંકાઓ ઉદ્ભવી રહી હતી. ત્યારે સરકારે સમગ્ર મામલો વધુ વેગ ના પકડે તેને લઈને પુરવઠા વિભાગના અધિકારીઓને મગફળીની તપાસ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેને લઈને મગફળીની તપાસ કરતા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલી મગફળીમાં ગેરરીતિઓ જણાઈ આવી હતી. જેના પગલે પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર મામલાને લઇને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી.

મગફળી ખરીદીમાં ગેરરીતીનો મુદ્દો : જૂનાગઢ પુરવઠા વિભાગે નોંધાવી પોલીસ ફરિયાદ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલી મગફળીને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. જેને પગલે રાજ્ય સરકારની આબરૂનું ખુલ્લેઆમ ધોવાણ થયું હતું. ત્યારે આ વર્ષે મગફળીની ખરીદીને લઈને સરકાર દ્વારા ખાસ સાવચેતી રાખવામાં આવશે. તેવી જાહેરાત કરવામાં આવી હતી.

તે મુજબ મગફળીની ખરીદી પણ છેલ્લા બે મહિનાથી થઇ રહી છે. પરંતુ આ ખરીદી અંતિમ તબક્કામાં પહોંચી જતા ખેડૂતો અને ખેડૂત અગ્રણીઓ દ્વારા સમગ્ર ખરીદીને લઈને આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેની તપાસ બાદ પોલીસ ફરિયાદ કરવાની નોબત આવી પડી છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મગફળીમાં ગોલમાલ થઈ છે. તેમજ ગોલમાલ પાછળ કોનું ભેજું છે. તેને લઈને પુરવઠા વિભાગે વિધિવત પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જેને લઇને આગામી દિવસોમાં આ કૌભાંડ માત્ર જુનાગઢ પૂરતું મર્યાદિત છે કે, તેના તાર કોઈ જગ્યા પર જોડાયેલા છે. તે તપાસ બાદ જાહેર થશે.

ABOUT THE AUTHOR

...view details