- ગીર સોમનાથના પ્રાચી નજીકથી જમીનમાં વન્ય પ્રાણીઓને ફસાવવાના ફાંસલા મળી આવ્યા
- એક ફાંસલામાં ફસાયેલા સિંહ બાળને વન વિભાગે મુક્ત કરાવી શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો
- વન વિભાગના અધિકારીઓ સંભવિત શિકારી ગેંગના સભ્યોને પણ પકડવા કવાયત હાથ ધરી
- વનવિભાગે વન્ય પ્રાણીઓને હેરાન અને ફસાવવાના આરોપસર 10થી વધુ આરોપીની કરી અટકાયત
- સંભવિત શિકારી ગેંગની શક્યતાને પગલે વન વિભાગ એક્શનમાં આવી ગયું છે
ગીર સોમનાથઃ ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી નજીકથી વન વિભાગે ફાંસલામાં ફસાયેલ એક સિંહબાળને મુક્ત કરાવ્યું હતું. આ વિસ્તારની આસપાસમાં જમીનમાં જંગલી પ્રાણીઓને ફસાવવાના કેટલાક ફાંસલા પણ વન વિભાગને મળી આવ્યા હતા. આને લઈને વન વિભાગ હરકતમાં જોવા મળી રહ્યું છે. આજે જૂનાગઢ વન વિભાગની કચેરીમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરામર્શ બેઠક કરવામાં આવી રહી છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ 10 કરતા વધુ આરોપીઓની અટકાયત પણ કરી છે.
વર્ષ 2007 પછી પ્રથમ વખત કોઈ શિકારી ગેંગ સક્રિય થઇ હોવાની પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે