ગુજરાત

gujarat

ETV Bharat / state

જુનાગઢમાં મોબાઈલ નેટવર્ક તેમજ ભૂગર્ભ ગટરના કામ શરુ થતાં લોકોને પડી હાલાકી - underground sewerage

જૂનાગઢ: મતદાન બાદ જૂનાગઢ શહેરમાં વિકાસ કામો પૂરવેગે શરૂ થયા છે. જેને લઇને શહેરના તમામ માર્ગો પર ખોદકામ ચાલી રહ્યું છે. ભૂગર્ભ ગટર પાણીની લાઈન મોબાઇલ નેટવર્કના કનેક્શનો અને વીજ કંપની દ્વારા તેમની લાઈનોને અન્ડરગ્રાઉન્ડ કરવા માટે કામ શરૂ કરવામાં આવ્યા છે. હાલ જૂનાગઢ શહેરનો એક પણ માર્ગ બાકી નથી કે જ્યાં કામ શરૂ ન હોય જેને લઈને લોકોને અગવડતા પડી રહી છે.

video

By

Published : May 17, 2019, 2:27 AM IST

લોકસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ જૂનાગઢ શહેરમાં વિકાસના કામોને જાણે કે હોડ લાગી હોય તેમ સરકારના દરેક તંત્ર દ્વારા કામો શરૂ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા ગટર અને પીવાના પાણીની લાઇનો બિછાવવામાં આવી ગઈ છે તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ વાયરોને જમીનની અંદર પસાર કરવાનું કામો ચાલી રહ્યા છે.

જુનાગઢમાં મોબાઈલ નેટવર્ક તેમજ ભૂગર્ભ ગટરના કામ શરુ થતાં લોકોને પડી રહી છે હાલાકી

તો બીજી તરફ ખાનગી મોબાઈલ કંપનીઓ દ્વારા પણ 5જી નેટવર્ક લઈને તૈયારીઓ આરંભી દીધી છે. જૂનાગઢ શહેરના એક પણ માર્ગ એવા નહિ હોય કે જ્યાં કોઈ ખોદકામ કરવામાં ન આવી રહ્યુ હોય જૂનાગઢ શહેરમાં કરવામાં આવેલા કામો ને લઈને માર્ગ બિસ્માર બન્યા છે. જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

ત્યારે હવે એકાદ મહિના બાદ ચોમાસાની ઋતુ આવી રહી છે અને જૂનાગઢ મનપા પશ્ચિમ ગુજરાત વીજ કંપની અને ખાનગી મોબાઈલ કંપનીઓ દ્વારા જેવી રીતે શહેરના તમામ માર્ગો પર ખોદકામ કરવામાં આવ્યું છે તેને લઈને થોડી ચિંતા જોવા મળી રહી છે.

જૂનાગઢના લોકો વિકાસના કામોને આવકારી રહ્યા છે પરંતુ કંપનીઓ દ્વારા જે રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું છે તેને લઈને થોડી ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે નાના મોટા અકસ્માત ની શક્યતાઓ પણ છે તો સામે પક્ષે ચોમાસાની ઋતુ હોવાને કારણે રોડના નવીનીકરણનું કામ પણ થઈ શકે તેમ ન હોય જેથી શહેરીજનોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવું લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details