ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર માટે સભા સંબોધશે - Gujarat

જૂનાગઢઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 એપ્રિલના રોજ ચૂંટણી પ્રચાર માટે જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને પોરબંદરના રમેશ ધડુકના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધન કરશે.

modi

By

Published : Apr 5, 2019, 11:27 PM IST

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચૂંટણી પ્રચારમાં હવે ગરમાવો આવે તેવી શક્યતા છે. આગામી 10 એપ્રિલના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢમાં ચૂંટણી સભાને સંબોધવા આવી રહ્યા છે. મોતીબાગ મેદાનમાં ચૂંટણી સભાનું આયોજન થઇ રહ્યું છે. વડા પ્રધાન નરેદ્ર મોદી જૂનાગઢ અને પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને રમેશભાઈ ધડુકના સમર્થનના ચૂંટણી પ્રચાર અર્થે જૂનાગઢ આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના હાઈ કમાન્ડ દ્વારા જે સીટ પર ઉમેદવારને લઈને થોડી ચિંતા છે. તેવી સીટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રચારમાં ઉતારીને ફરી એક વખત 2014 જેવો માહોલ મતદારો સમક્ષ ઉભો કરીને નબળી ગણાતી સીટને જીતવાના પ્રયાશ રૂપે નરેન્દ્ર મોદીની સભાનું આયોજન થઇ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details