પહેલા GEB હતું, ત્યારે વર્ષો પહેલાં આયોજન વગર નખાયેલી વીજ લાઈનો આજે સાતત્યપૂર્ણ વીજળી આપવામાં દુશ્મન બની ગઇ છે. PGVCL દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં કરવાનું થતું મેન્ટનન્સ કાગળ પર થાય છે. કેટલીક લાઈનો તો એવી છે કે ત્યાં 30 વર્ષથી વીજળી તો આવી ગઈ પણ ત્યારબાદ વાસ્તવમાં એકપણ વાર તાર, ચપલા કે વિજળીનાં તાર બદલ્યા નથી. જ્યારે તૂટે ત્યારે સાંધા મારી કામ ચલાવવામાં આવે છે. તેમજ આયોજનના અભાવે અને કોન્ટ્રાકટર સાથે ભગબટાઈના ઇરાદાઓના કારણે GEB અને વર્તમાન PGVCLના ઇજનેરોએ ભવિષ્યના પ્લાનીંગને ધ્યાનમાં રાખ્યા વગર આડેધડ લાઈનો નાખી એક લાઈન પર 500 લાઈનો ક્રોસિંગ આપી પસાર કરવામાં આવે છે. એટલું જ નહી જ્યોતિગ્રામ અને વાડી વિસ્તારની લાઈનો એકબીજા પર ક્રોસિંગ આપતા બે લાઈન એકબીજા પરથી ક્રોસ થતી હોય ત્યાં ક્યાંય કેબલિંગ કરવામાં ન આવતા એક લાઈનમાં ફોલ્ટ થાય તો બધી જ લાઈનો બંધ કરવી પડે તેવી સ્થિતિ ઉભી થાય છે.
જૂનાગઢમાં PGVCLની એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઇ
જૂનાગઢઃ રાજ્ય સરકાર જ્યોતિગ્રામ યોજના અંતર્ગત 24 કલાક ગ્રામ વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં 8 કલાક વીજળી આપવાના દાવા તો કરે છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે. ‘વાયુ’ વાવાઝોડાના કારણે ગામડાના વિસ્તારોમાં અને વાડી વિસ્તારમાં વીજળી ગુલ છે. પવનની ગતિ વધે કે ચાર છાંટા પડે એટલે વિજળી જતી રહે છે. ત્યારે પીજીવીસીએલ વીજળી આપવાના કામમા નિષ્ફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
તો ચોમાસા પહેલા PGVCL દ્વારા નબળી લાઈનોમાં સમારકામ કરવાનું હોય, વૃક્ષ કટિંગ કરવાના હોય, દરેક ટ્રાન્સફોર્મરમાં ઓઇલ બદલાવી તેનું સમારકામ કરવાનું હોય અને દરેક લાઈનનું પણ સમારકામ કરવાનું હોય છે. પરંતુ જ્યાં આખેઆખી લાઈનો કાગળ પર બદલાવી બિલ બનાવી નાખવામાં આવતા હોય ત્યાં ચોમાસા પહેલા સમારકામ પણ કાગળ પર જ થઈ જતું હોય છે. તેના કારણે ચાર છાંટા પડતા જ વીજળી ગાયબ થઈ જાય છે PGVCLના કોન્ટ્રાકટરથી લઇ ઉર્જામંત્રી સુધી બધા જ ભ્રષ્ટ છે. તો ખેડૂત હોય કે નાગરિક પૂરું બિલ ભરે છે ત્યારે પૂરતી અને સાતત્યપૂર્ણ વીજળી મેળવવા હકદાર છે અને સરકાર વીજળી આપવા બંધાયેલી છે. ત્યારે સાતત્યપૂર્ણ વીજળી આપવાના હેતુ સાથે વાયુ વાવાઝોડાના નામે અલગથી માણસોની ટિમો PGVCL દ્વારા બોલાવવામાં આવતી હોય છે તો એ ટિમો ક્યાં છે.? ક્યા ફીડરમાં કામ કરે છે.? ટિમો પણ કાગળ પર બનાવવામાં આવી છે કે શું.....? જો આવી કોઈ ટિમો હોય તેમ છતાં 6 -7 દિવસથી વીજળી કેમ નથી મળી રહી? તો શું PGVCL કામયાબ થઈ શકી નથી એ જ બતાવે છે કે, વર્તમાન અને ભૂતકાળમાં કરેલી ભૂલો અને ભ્રષ્ટાચારના કારણે આજે PGVCLની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
તો આ સાથે ગુજરાત કિસાન કોંગ્રેસની માગ છે કે, PGVCL પાસે હજુ સમય છે, કોરાઠું થાય એટલે કાગળ પર નહિ પણ વાસ્તવમાં બધી જ લાઈનોનું ટ્રાન્સફોર્મરોનું સમારકામ કારવામાં આવે જેથી ચોમાસામાં અને ખેડૂતોને પિયાતના સમયે જ્યારે જરૂર હોય ત્યારે વીજળી પુરી અને સાતત્યપૂર્ણ રીતે આપી શકાય. તો આ માંગ પુરી ન થતા ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.