- જૂનાગઢ NSUIએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિને આપ્યું આવેદનપત્ર
- વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ તેમ જ અન્ય પડતર પ્રશ્નોને લઈને કરવામાં આવી રજૂઆત
- આવેદનપત્રના સમયે કુલપતિ ઓફિસમાં ન હોવાથી NSUIના કાર્યકર્તાઓએ બોલાવી રામધૂન
જૂનાગઢઃ શહેરમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિને NSUIએ આવેદનપત્ર આપ્યું હતું. NSUIએ વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો, એડમિશન, SC, ST, OBCના વિદ્યાર્થીઓને મળવાપાત્ર થતી શિષ્યવૃત્તિ તેમ જ કેટલીક ખાનગી કોલેજો વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે કરવામાં આવતી મનમાનીના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું.
આ પણ વાંચો-ભાવનગરની જી .એલ.કાકડીયા કોલેજના આચાર્યને NSUI ના ઉપપ્રમુખે માર્યો તમાચો : પ્રવેશ મામલે બબાલ
ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવા NSUIની માગ
જૂનાગઢ NSUIએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની કોલેજમાં વિદ્યાર્થીઓને પડી રહેલી કેટલીક મુશ્કેલી સહિત પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપ્યું હતું. જોકે, આ પ્રશ્નોનું હજી પણ નિરાકણ ન આવતા યુનિવર્સિટીમાં NSUIના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ કુલપતિ ચેતન ત્રિવેદીને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે જ તાકીદે એડમિશન પ્રક્રિયા પૂર્ણ થાય અને યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ ફાળવવામાં આવેલા વિદ્યાર્થીઓનો સ્વીકાર ન કરનારી તમામ ખાનગી કોલેજો સામે આકરી કાર્યવાહી થાય તેવી માગ કરી હતી.
આવેદનપત્રના સમયે કુલપતિ ઓફિસમાં ન હોવાથી NSUIના કાર્યકર્તાઓએ બોલાવી રામધૂન આ પણ વાંચો-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનોના વિરોધ પછી 18 ઓક્ટોબરે યોજાનારી વિવિધ પરીક્ષા મોકૂફ
કેટલીક ખાનગી કોલેજોએ અનામત કક્ષાના વિદ્યાર્થીઓનો સમાવેશ ન કરવાની વાત કરતા મામલો વધુ વકર્યો છે
NSUIના કાર્યકરોએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિને મળીને યુનિવર્સિટી હસ્તક આવતી કેટલીક સ્વનિર્ભર કોલેજો દ્વારા અનામત કક્ષાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઈનકાર કરી રહી છે. તેવી રજૂઆત કુલપતિને કરી હતી. સાથે NSUIએ માગ કરી હતી કે, યુનિવર્સિટી દ્વારા જેતે સ્વનિર્ભર કોલેજોને વિદ્યાર્થીઓની ફાળવણી કરવાની સત્તા હોય છે. તે મુજબ જ ખાનગી કોલેજો વિદ્યાર્થીઓને એડમિશન આપતી હોય છે. આવી પરિસ્થિતિમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ફાળવવામાં આવેલા કેટલાક અનામત જાતિના વિદ્યાર્થીઓને કેટલીક ખાનગી કોલેજો સ્વીકાર કરી રહી નથી તેવો આક્ષેપ કર્યો હતો ત્યારે કુલપતિ ડો. ચેતન ત્રિવેદીએ મામલાની તપાસ કરીને કસૂરવાર સંસ્થાઓ સામે આકરા પગલા ભરવામાં આવશે. તેવી ખાતરી NSUIના કાર્યકરો અને પદાધિકારીઓને આપી હતી.