ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ મનપામાં વિપક્ષ મહિલા કોર્પોરેટરની વિવિધ મુદ્દે ઉગ્ર રજૂઆત

જૂનાગઢ મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષના એકમાત્ર મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ વિવિધ મુદ્દાઓ અને સત્તાપક્ષ દ્વારા ચલાવવામાં આવતી જોહુકમી સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વિરોધ તું તારી સુધી પહોંચી ગયો હતો. અંતે સત્તા અને વિપક્ષના કોર્પોરેટરોએ સાથે મળીને સમગ્ર મામલાને શાંત પાડયો હતો.

junagadh
જૂનાગઢ

By

Published : Feb 13, 2020, 5:08 PM IST

જૂનાગઢ: શહેરમાં મનપાનુ જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં શાસક અને વિપક્ષ વચ્ચે જોરદાર અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસના એકમાત્ર મહિલા કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વચ્ચે બજેટ અને વિકાસના કામોને લઈને ખૂબ જ ઉગ્ર અને ગરમા ગરમ માહોલમાં ચર્ચાઓ થઈ હતી. જેને લઇને સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓએ સમગ્ર મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશીયા વચ્ચે ઉગ્ર બોલાચાલી તું તારી સુધી પહોંચી ગઇ હતી. જેને લઇને મામલો વધુ ન બિચકે તે માટે સત્તાપક્ષ અને વિપક્ષના સિનિયર કોર્પોરેટરોએ બંને વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

જૂનાગઢ મનપામાં વિપક્ષ મહિલા કોર્પોરેટરની વિવિધ મુદ્દાને લઈને ઉગ્ર રજૂઆત

આ મામલો બોર્ડમાં કેટલીક દરખાસ્તો પર ચર્ચાઓ ચાલી રહી હતી. જે દરમિયાન ઉપસ્થિત થયો હતો. તેમાં વિપક્ષના મહિલા કોર્પોરેટર આ મામલાની ચર્ચામાં ભાગ લેતા એવું જણાવ્યું હતું કે, મનપા દ્વારા જે ગ્રાન્ટ ખાસ કરીને અનામત જાતિઓ માટે ફાળવવામાં આવે છે. તેને લઈને મનપાનું વલણ અસહકાર ભર્યું છે. ત્યારે આ મામલાનો જવાબ આપવા રાકેશ ધુલેશીયા ઊભા થયા હતા.

બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર અને ગરમાગરમ માહોલમાં ભારે ચર્ચાઓ થઈ હતી. પરિસ્થિતિ વધુ ન વણશે અને ઉગ્ર ચર્ચાઓ જનરલ બોડીની ગરિમાને હાની ન પહોંચાડે તે માટે સત્તાપક્ષ અને વિપક્ષના સિનિયર કોર્પોરેટરોએ બંને વચ્ચે પડીને સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. અને અંતે મામલો શાંત પડ્તો જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details