ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢઃ માણાવદરમાં ચશ્મા વિના ગાંધીજીની પ્રતિમાં જોવા મળી - Manavadar Municipality

માણાવદર સહકારી મંડળીના પ્રમુખ દેવજીભાઇ ઝાટકિયાએ મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર પાઠવી ફરિયાદ કરતા જણાવ્યું છે કે, શું તમારા શાસનમાં ગાંધીજી ભ્રષ્ટાચાર ન જોઇ શકે એટલા માટે માણાવદર નગરપાલિકાની સામે ઊભેલી ગાંધી પ્રતીમાં ચશ્મા વિનાની છે.

જૂનાગઢ માણાવદરમાં ચશ્મા વિના ગાંધીજીની પ્રતિમાં જોવા મળી
જૂનાગઢ માણાવદરમાં ચશ્મા વિના ગાંધીજીની પ્રતિમાં જોવા મળી

By

Published : Oct 3, 2020, 8:17 AM IST

જૂનાગઢઃ આઝાદી સંગ્રામ સમયે મહાત્મા ગાંધીજીએ ચલાવેલી ચળવળે ભારતને સ્વતંત્ર બનાવ્યું છે. મોહનદાસ ગાંધી મહાત્મા ગાંધી બની ગયા બાદ આઝાદી મળતા લોકો આનંદવિભોર બની ગયાને તેની ઉજવણી પરંપરાગત કાળ પછી ગાંધીજી માત્ર ખુરસી મેળવવાનું કેન્દ્ર બનીને રહી ગયા છે.

જૂનાગઢ માણાવદરમાં ચશ્મા વિના ગાંધીજીની પ્રતિમાં જોવા મળી
ગાંધીજીએ શું પોતાના માટે આઝાદી મેળવી હતી ? ના ગુલામીની જંજીરીમાંથી પ્રત્યેક લોકોને મુક્ત કરવા માટે ગાંધીજીએ પોતડી પહેરી લડત ચલાવી હતી, એવા મહાત્મા ગાંધીજીને સન્માન આદાર મળવા જોઇએ તેને બદલે રાજકારણીઓ ગોડેસેના ગીતો ગાઇ રહ્યા છે.માણાવદર ગાંધી ચૉકમાં ગાંધીજીની આંખ ઉપરના ચશ્મા અદ્રશ્ય હતા. એ જોઇને સહકારી મંડળીના પ્રમુખ દેવજીભાઇ ઝાટકિયાને ઘણું જ દુ:ખ થયું હતું. તેમણે મુખ્યપ્રધાન રૂપાણીને આ અંગે એક પત્ર પાઠવી ફરિયાદ કરતા જણાવ્યું છે કે, શું તમારા શાસનમાં (ભાજપના ) ગાંધીજી ભ્રષ્ટાચાર ન જોઇ શકે એટલા માટે માણાવદર નગરપાલિકાની સામે ઊભેલી ગાંધી પ્રતીમા ચશ્મા વિનાની છે.ઝાટકિયાએ દુ:ખ સાથે એ પણ જણાવ્યું છે કે, માણાવદરમાં 26 જાન્યુઆરી તથા 15 મી ઓગસ્ટના દિવસે પણ કોઈ જ કાર્યક્રમ યોજાતા નથી. માણાવદરની આ મોટી કમનસીબી નહીં તો બીજું શું કહેવાય?

ABOUT THE AUTHOR

...view details