ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ MLAની પેન્શન લડતને મળી શકે છે આંચકો, જૂનાગઢના પૂર્વ MLA મશરૂએ પેન્શનની માગને ગણાવી અયોગ્ય - inappropriate to demand pension

જૂનાગઢના પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની ચળવળ હાલ રાજ્યમાં પૂર્વ ધારાસભ્યના સંગઠન દ્વારા ચલાવવામાં આવી રહી છે જેમાં પૂર્વ ધારાસભ્યોને રાજ્ય સરકાર દ્વારા પેન્શન આપવામાં આવે તેવી માગ કરાઈ રહી છે. આ માગને જૂનાગઢમાંથી જાકારો પણ મળી રહ્યો છે જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સમગ્ર માગને અયોગ્ય ગણાવીને આવી ચળવળને ગેર બંધારણીય ગણાવી હતી.

Junagadh
પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ

By

Published : Jan 28, 2020, 10:37 AM IST

Updated : Jan 28, 2020, 11:54 AM IST

જૂનાગઢઃ હાલ રાજ્યના પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવામાં આવે તેવી પૂર્વ ધારાસભ્યોના બનેલા એક સંગઠને રાજ્ય સરકાર સમક્ષ માગ કરી છે આ માગને કેટલાક ધારાસભ્યોનું સમર્થન મળી રહ્યું છે તો બીજા કેટલાક ધારાસભ્યો વાતની વિરુદ્ધમાં આગળ આવી રહ્યા છે. જેમાં જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ સમગ્ર માગને અયોગ્ય ગણાવીને પેન્શન આપવાની માગથી પોતાની જાતને અલગ કર્યા હતા. મશરૂએ વધુમાં જણાવ્યું હતું કે, લોકસેવકો પેન્શન જેવી વાતો કરીને તેમના મતદારોનું અહિત કરી રહ્યા છે માટે આવી વાત કરનાર દરેક ધારાસભ્યોએ પોતાની માગ પર ફેરવિચાર ચોક્કસપણે કરવો જોઈએ.

જૂનાગઢમાં પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની વાતને મળી શકે છે આચકો
વધુમાં મશરૂએ જણાવ્યું હતું કે, જો રાજ્ય સરકાર આ પ્રકારની માગને સ્વીકારી લે તો રાજ્યની તિજોરી પર કરોડો રૂપિયાનો આર્થિક બોજ પડી શકે છે. જેનો માર રાજ્યની જનતા પર પણ આવશે માટે આવી માગો અયોગ્ય અને ગેરવ્યાજબી હોવાનો મત તેમણે પ્રગટ કર્યો હતો. પૂર્વ ધારાસભ્ય મશરૂ હાલ બદલાતા રાજકીય સમીકરણોને લઈને પણ આ માગને જોઈ રહ્યા છે. વર્તમાન સમયમાં કોઈપણ લોકપ્રતિનિધિ સતત વર્ષો સુધી તેમના મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી શકે અથવા તો તેમના મતદારો વર્ષો સુધી તેના લોકપ્રતિનિધિને જાળવી રાખે તેવી શક્યતાઓ દિન-પ્રતિદિન ધૂંધળી બની રહી છે, માટે દર વર્ષે રાજ્યમાં પૂર્વ ધારાસભ્યોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેને લઇને પણ સરકારે વિચાર કરવો જોઈએ.

વધુમાં મશરૂ જણાવે છે કે, લોકશાહી દેશમાં કોઈપણ લોકપ્રતિનિધિ જાહેરજીવનમાં લોકસેવાના હિત અર્થે આવતા હોય છે અને આ પવિત્ર વિચારને જાળવી રાખવો દરેક વર્તમાન અને પૂર્વ ધારાસભ્યની ફરજ બને છે. પરંતુ કોઈપણ વ્યક્તિ લોક પ્રતિનિધિ બની જાય ત્યારે પ્રજાના કરવેરામાંથી સવલતો મેળવવાની માગ કરે અથવા તો મળતી સવલતો જળવાઈ રહે તેને લઈને કોઈ આંદોલન કે સંગઠન બનાવે તેને લોકશાહીમાં ધ્રુણાસ્પદ ગણાવ્યું હતું અને અંતમાં પૂર્વ ધારાસભ્યોની પેન્શન મેળવવાની માગણીને અયોગ્ય જણાવીને આવી માગો પડતી મુકવાની પૂર્વ ધારાસભ્યોને સલાહ પણ આપી હતી.

Last Updated : Jan 28, 2020, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details