ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ જિલ્લામા ગત વર્ષની સરખામણીએ મગફળીમા ખેડૂતોનું રજીસ્ટ્રેશન ઓછું થાય તેવી શક્યતા - Junagadh farmers

જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વહેંચવાને લઈને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મસ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે અંદાજિત 50 હજાર કરતાં વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વહેંચવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે ગત વર્ષ કરતા આ વર્ષે રજિસ્ટ્રેશન ઓછું થયું છે.

જૂનાગઢ જિલ્લામા ગત વર્ષની સરખામણીએ મગફળીમા ખેડૂતોનું રજીસ્ટ્રેશન ઓછું થાય તેવી શક્યતા
જૂનાગઢ જિલ્લામા ગત વર્ષની સરખામણીએ મગફળીમા ખેડૂતોનું રજીસ્ટ્રેશન ઓછું થાય તેવી શક્યતા

By

Published : Oct 30, 2021, 10:26 PM IST

  • ટેકાના ભાવે સરકારને મગફળી વહેંચવા ખેડૂતોનો જોવા મળ્યા ઉદાસીન
  • આ વર્ષે 20 હજાર ખેડૂતોએ ઓછું રજિસ્ટ્રેશન કરાવ્યું
  • આ વર્ષે 32,653 ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું
  • આવતી કાલે રજિસ્ટ્રેશનનો અંતિમ દિવસ

જૂનાગઢઃ લાભ પાંચમથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થઇ રહી છે. તે પૂર્વે આવતી કાલ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની સમય મર્યાદા પૂર્ણ થઇ રહી છે. ત્યારે આજે સાંજ સુધીમાં જૂનાગઢ જિલ્લામાંથી સરકારને ટેકાના ભાવે મગફળી વહેંચવા માટે 32,653 જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આવતી કાલ સાંજ સુધીમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઓનલાઇન શરૂ રહેશે ત્યાર બાદ લાભ પાંચમથી મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં ખૂબ નિરુત્સાહ દર્શાવ્યો છે. ટેકાના ભાવે મગફળી ખરીદ પ્રક્રિયા તરફ ખેડૂતો હવે ધીમે ધીમે ખુલ્લી બજાર તરફ આગળ વધી રહ્યા છે. તેવું રજિસ્ટ્રેશનના આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.

સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો કરતા ખુલ્લી બજારમાં ઉંચા ભાવો ખેડૂતોને આક્રષિત કર્યા

આ વર્ષે 1240થી લઈને 1260 સુધીના પ્રતિ 20 કિલો મગફળીના ભાવો ખુલ્લી બાજારમાં મળી રહ્યા છે. સરકાર દ્વારા પ્રતિ 20 કિલો મગફળીના 1100 ટેકાના ભાવ જાહેર કર્યા છે. જેની સામે ખુલ્લી બજારમાં 150 રૂપિયા વધુ મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ખેડૂત ખુલ્લી બજારમાં પોતાની મગફળી વેચી રહ્યો છે. વધુમાં સરકારને ટેકાના ભાવે મગફળી પહોંચ્યા બાદ રકમની ચુકવણી થોડા દિવસો બાદ થતી હોય છે. ત્યારે ખુલ્લી બજારમાં મગફળીનું વેચાણ કર્યાની સાથે જ ખેડૂતોને રૂપિયા ચૂકતે કરી દેવામાં આવતા હોય છે.

પુરવઠા અધિકારીએ આ વર્ષે ખેડૂતોએ ઓછું રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાની વાતને આપ્યું સમર્થન

જૂનાગઢ જિલ્લા પુરવઠા અધિકારી અને મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારી એમડી ગોવાણીએ ETV ભારતને જણાવ્યું હતું કે, આજના દિવસ સુધીમાં 32653 જેટલા ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આવતીકાલે રજિસ્ટ્રેશનનો અંતિમ દિવસ છે. આવી પરિસ્થિતિમાં ગત વર્ષનો ખેડૂતોનો આંકડો જે 50 હજાર કરતા વધુ હતો તેને પાર કરવો ખૂબ જ મુશ્કેલ છે ગત વર્ષેની સરખામણીએ આ વર્ષે 20 હજાર જેટલા ખેડૂતોએ ઓછું રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેવું પણ સ્પષ્ટ લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ જૂનાગઢની મહિલા ત્રણ બાળકો સાથે પ્રેમી સાથે રહેવા ગઈ

આ પણ વાંચોઃ ગિરનાર જંગલમાં રાખવામાં આવેલી સૂચનાના બોર્ડ નીચે જ સિંહણનો અદભુત પોઝ, તસવીર થઈ કેમેરામાં કેદ

ABOUT THE AUTHOR

...view details