- જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ જણસો ઘઉં, ચણા, તુવેર, ધાણાની આવક મબલખ
- વધુ આવકને પગલે માર્કેટિંગ યાર્ડના નવ જેટલા શેડ સંપૂર્ણ ભરાયા
- આગામી ત્રણ-ચાર દિવસ સુધી ખેડૂતો કૃષિ જણસો વેચાણ માટે ન લાવે તેવી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની વિનંતી
- જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં શિયાળુ પાકોની આવક થતા માર્કેટિંગ યાર્ડોમાં રાખવાની જગ્યાની ઉભી થઇ અગવડતા
જૂનાગઢઃ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં શિયાળુ પાકો જેવાકે ઘઉં, ચણા, તુવેર, ધાણાની આવક દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે જૂનાગઢ APMCમાં બનાવવામાં આવેલા શેડમાં ખરીદાયેલી કૃષિ જણસો હજુ પણ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં નવા વેચાણ માટે આવતી કૃષિ જણસોને રાખવા માટે થોડી અગવડતા પડી રહી છે. જેને ધ્યાને રાખીને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ આગામી થોડા દિવસો સુધી ખેડૂતોને શિયાળુ પાકો કૃષિ જણસોના વેચાણ માટે ન લાવવાની વિનંતી કરી છે.
આ પણ વાંચોઃરાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ શુક્રવારથી રાબેતા મુજબ શરૂ થશે