જૂનાગઢ: કોંગ્રેસનું જન વેદના સંમેલન યોજાયું, પરેશ ધાનાણીના સરકાર પર પ્રહાર - બેરોજગારીનો આંક
જૂનાગઢઃ શહેરમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસનું જન વેદના સંમેલન યોજાયું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી રાજ્ય સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
જૂનાગઢમાં કોંગ્રેસનો વિરોધ પરેશ ધાનાણી રાજ્યમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જૂનાગઢ કોંગ્રેસ જન વેદના સંમેલન ટ્રાફિકના નવા નિયમો બેરોજગારીનો આંક ખેડૂતોની સ્થિતિ
જૂનાગઢ પ્રદેશ અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા જન વેદના સંમેલન યોજવામાં આવ્યું હતું. જેના વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ પરેશ ધાનાણી હાજરી આપી હતી. જૂનાગઢના ઝાંસીની રાણી ચોકમાં સંમેલન યોજાયા બાદ રેલી સ્વરૂપે કોંગી કાર્યકરોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અને રાજ્ય સરકાર સામે તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો.