ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘેડ પંથકમાં ઓજત નદીની પાળો તૂટતા ખેતરો ધોવાયા, ખેડૂતોની પગલા લેવા કરાઇ માગ - Ghodapur in Bhadar

સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં સતત 15 દિવસથી વરસી રહેલા વરસાદથી નદીઓ ઓવરફ્લો થઇ હતી. જેના કારણે સૌરાષ્ટ્રની મોટી નદી ગણાતી ઓજત અને ભાદરમાં ઘોડાપૂર આવ્યા હતા. ઓજત નદીનો પાળો તૂટતા આસપાસ વિસ્તારના ખેતરો ઉજ્જડ બન્યા હતા. જેના કારણે ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ નદીનો પાળો તાકીદે બનાવવા માગ કરી હતી.

ઘેડ પંથકમાં ઓજત નદીની પાડ તૂટતા ખેતરો ધવાયા, ખેડૂતોતો દ્વરા તાકીદે પગલા લેવા કરાઇ માગ
ઘેડ પંથકમાં ઓજત નદીની પાડ તૂટતા ખેતરો ધવાયા, ખેડૂતોતો દ્વરા તાકીદે પગલા લેવા કરાઇ માગ

By

Published : Sep 7, 2020, 11:54 AM IST

Updated : Sep 7, 2020, 1:45 PM IST

જૂનાગઢઃ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં જે પ્રકારે 15 દિવસથી સતત અને અવિરત વરસાદ વરસી રહ્યો હતો. તેને કારણે મોટાભાગના જળાશયો છલકીને જઈ રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રની મોટી નદી ગણાતી ઓજત અને ભાદરમાં ઘોડાપૂર આવ્યું હતું. જેને કારણે ઘેડ પંથકમાં બામણાસા નજીક ઓજતનો પાળો તૂટતા આસપાસના વિસ્તારમાં ખેતરો ઉજ્જડ બન્યા હતા. આ ઘટના બાદ તે વિસ્તારના ખેડૂતો રાજ્ય સરકાર સમક્ષ નદીનો પાળો તાકીદે બનાવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં સતત પંદર દિવસ સુધી એકધારો અતિ ભારે વરસાદ પડતા ઘેડ પંથક આજે પણ દરિયા જેવો મળી રહ્યો છે. સતત અને અતિ ભારે વરસાદને કારણે જે પ્રકારે ઘેડ પંથકની તમામ નદીઓ અને જળાશયો વરસાદી પાણીથી છલોછલ ભરાયા હતા. જેના કારણે ડેમોમાંથી પાણીને છોડવાની ફરજ પડી હતી. ડેમમાંથી છોડવામાં આવતું પાણી જૂનાગઢની ઓજત નદીમાં આવતા ઓજત તેના ભયજન ધસમસતા પૂર રૂપે વહેતી જોવા મળતી હતી. આ પાણી આગળ જતાં ઘેડ પંથકના ગામડાઓ માટે ઘાતક પુરવાર થયું હતુ.

ઘેડ પંથકમાં ઓજત નદીની પાડ તૂટતા ખેતરો ધવાયા, ખેડૂતોતો દ્વરા તાકીદે પગલા લેવા કરાઇ માગ
ઓજત નદીમાં વહી રહેલા ધસમસતા પૂરના પ્રવાહે બામણાસા નજીક નદીના કાંઠા પર બનાવવામાં આવેલી આરસીસીની દીવાલને તોડી પાડી હતી. જેના કારણે નદીનાં પૂરનો પ્રવાહ બામણાસા સહિત કેટલાક ગામોમાં ફરી વળ્યો હતો. જેના કારણે ખેતરોનું ધોવાણ થયું છે અને ખેતરોમાં આજે બે થી ત્રણ ફૂટ સુધી નદીની રેતી આવી ચઢી છે. આવી પરિસ્થિતિમાં ઘેડનો ખેડૂત ખૂબ મોટી મુશ્કેલીમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે, ત્યારે ખેડૂતો સરકાર સમક્ષ નદીનો પાળો ફરીથી બનાવવાની માગ કરી રહ્યા છે.
Last Updated : Sep 7, 2020, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details