અમરેલી જિલ્લામાં લોકો આકરી ઠંડીમાં ઠુઠવાઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં દિવસ અને રાત્રીના તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો વધારો અને ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. જેને લઈને ગામલોકો આકરી ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ સવિશેષ જોવા મળતું હોય છે. જેને કારણે લોકો પણ આકરી ઠંડીમાં જીવવા માટે મજબુર બનતા હોય છે.
અમરેલીમાં ઠંડીનું પ્રમાણ વધતા ગામલોકો ઠંડીમાં ઠુઠવાયા - Amreli district is extremely cold
જૂનાગઢ: અમરેલીવાસીઓ આકરી ઠંડીનો સામનો કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં દિવસ અને રાત્રીના તાપમાનમાં 4 ડીગ્રીનો જ ફેરફાર નોંધાઈ રહ્યો છે. જેને લઈને ગામ લોકો ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે.
અમરેલી
જેમાં રવિવાર રાત્રીના સમયે અમરેલી શહેર અને જિલ્લાના પારો વધુ 2 ડિગ્રી સુધી નીચે ઉતરી જતા લોકોએ તાપણાનો સહારો લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં તાપમાન નીચે ઉતરી રહ્યું છે. જેને કારણે ઠંડા પવનોને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. જે આગામી દિવસોમાં પણ યથાવત રહે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.
Last Updated : Jan 20, 2020, 10:17 AM IST