જૂનાગઢઃ કોરોના વાઈરસના સંભવિત ખતરાને ટાળવા અને કોઇપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા જુનાગઢ જીલ્લા વહીવટી તંત્ર સજજ હોવાનું ઉચ્ચ અધિકારીઓએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું. શુક્રવારે કલેકટર કચેરીમાં જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અને ધાર્મિક સંસ્થાઓના વડાઓએ હાજર રહીને તમામ પ્રકારની તકેદારી પાળવા જિલ્લા વહીવટી તંત્રએ ભરોસો આપ્યો હતો. કોરોના વાયરસને પગલે જૂનાગઢ કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી જરૂરિયાત મુજબ જૂનાગઢ શહેર અને જિલ્લામાં કલમ 144 લાગુ કરવાનો આદેશ જાહેર કર્યો હતો.
જૂનાગઢમાં કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી, કલમ 144 લાગુ કરી - Coronavirus
કોરોના વાઈરસ સંભવિત ખતરાને ટાળવા માટે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ હોવાનું જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ અને કલેક્ટરે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું.
શહેર અને જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત ચાર કે તેથી વધુ વ્યક્તિઓને એક સ્થળ પર એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ ખાણીપીણીની દુકાનો ચા અને પાનના ગલ્લા તેમજ રેસ્ટોરન્ટ આગામી નવો આદેશ ન આપવામાં આવે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનું ચુસ્ત પાલન કરવાનું જાહેરનામુ પણ બહાર પડાયું છે. આ જાહેરનામા અંતર્ગત જે રેસ્ટોરન્ટો છે તેના સંચાલકો પાર્સલ સુવિધા ચાલુ રાખી શકશે, પરંતુ રેસ્ટોરન્ટમાં કોઈ વ્યક્તિને બેસાડીને ભોજન આપશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઇ પણ કરવામાં આવી છે