- શિવ પાર્વતીની જાનમાં જતા નાગા સંન્યાસીઓ રવાડીમાં કરે છે ભગવાન શિવની આરાધના
- ગિરી તળેટીમાં શિવના સૈનિક એવા નાગા સન્યાસીઓ બની રહયા છે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર
- નાગા સન્યાસીઓ આદિ અનાદિ કાળથી ભવનાથના આયોજિત શિવરાત્રીના મેળામાં હાજર રહે છે
- નાગા સન્યાસીના રૂપમાં ભગવાન મહાદેવ પણ મેળામાં હાજર હોવાની છે ધાર્મિક માન્યતા
આ પણ વાંચોઃઆગામી શિવરાત્રીને લઈને ભવનાથ મંદિરમાં યોજાઈ સાધુ-સંતોની બેઠક
જૂનાગઢઃ ગિરિ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થયું છે જેમાં નોમના દિવસે ભવનાથ મહાદેવ પર ધ્વજારોહણ કરીને મેળાને વિધિવત રીતે ખૂલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે આ મેળાનું આકર્ષણ અને શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓનું ભવનાથ તળેટીમાં આગમન થઈ ચૂક્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રી મેળા દરમિયાન સમગ્ર દેશમાંથી ભગવાન શિવના સૈનિકો અહીં હાજરી આપીને શિવરાત્રીના મેળામાં ઘુણા ધખાવી અલખના ઓટલે પાંચ દિવસ સુધી ભગવાન શિવની આરાધના કરતાં જોવા મળી રહ્યા છે. શિવરાત્રીના મેળામાં નાગા સંન્યાસીઓ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અને સમગ્ર મેળા દરમિયાન નાગા સંન્યાસીઓ જ મેળાના કેન્દ્ર બિંદુ સમાન હોય છે ત્યારે આ વર્ષે સમગ્ર દેશમાંથી સાધુ સંન્યાસીઓનું આગમન ભવનાથ તળેટીમાં થયું છે. જેને લઇને ભવનાથ તળેટી પણ ભગવાન શિવમય બનતી જોવા મળી રહી છે.