ગુજરાત

gujarat

ETV Bharat / state

મહાશિવરાત્રી મેળામાં નાગા સંન્યાસીઓના ભિક્ષુક તરીકે આવી રહ્યા છે જંગમ સાધુઓ

ભવનાથની તળેટીમાં જંગમ સાધુઓ આદિ-અનાદિ કાળથી મેળામાં આવી રહ્યા છે. જંગમ સાધુઓ નાગા સન્યાસી અને અખાડાના સાધુ સંતોના ભિક્ષુક તરીકે ઓળખવામાં આવે છે. જંગમ સાધુઓ વિશેષ પહેરવેશ ધરાવે છે. જેને લઇને તેની ઓળખ ખૂબ જ સરળતાથી થતી જોવા મળે છે. સમગ્ર પાંચ દિવસ દરમિયાન સાધુઓ નાગા સન્યાસી અને અખાડાના સાધુ સંતો પાસેથી ભેટ પૂજા અને ભિક્ષાવૃત્તિ કરતા જોવા મળે છે.

જૂનાગઢ
જૂનાગઢ

By

Published : Mar 10, 2021, 8:12 PM IST

  • મહા શિવરાત્રી મેળામાં જંગમ સાધુઓનું ખૂબ મહત્વ
  • મહા શિવરાત્રી મેળામાં જંગમ સાધુઓ પણ ધરાવે છે વિશેષ અને આગવું મહત્વ
  • જંગમ સાધુઓ નાગા સન્યાસી અને અખાડાના સાધુ સંતોના ભિક્ષુક તરીકે ઓળખાય છે

જૂનાગઢઃ ભવનાથની તળેટીમાં જંગમ સાધુઓ આદિ-અનાદિ કાળથી મેળામાં આવી રહ્યા છે. જંગમ સાધુઓ નાગા સન્યાસી અને અખાડાના સાધુ સંતોના ભિક્ષુક તરીકે ઓળખવામાં આવે છે. જંગમ સાધુઓ વિશેષ પહેરવેશ ધરાવે છે. જેને લઇને તેની ઓળખ ખૂબ જ સરળતાથી થતી જોવા મળે છે. સમગ્ર પાંચ દિવસ દરમિયાન સાધુઓ નાગા સન્યાસી અને અખાડાના સાધુ સંતો પાસેથી ભેટ પૂજા અને ભિક્ષાવૃત્તિ કરતા જોવા મળે છે.

જૂનાગઢ

મહા શિવરાત્રી મેળામાં જંગમ સાધુઓનું મહત્વ

ગિરિ તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો આયોજિત થયો છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જંગમ સાધુઓ ભિક્ષાવૃત્તિ કરવા માટે આવી રહ્યા છે. જંગમ સાધુઓ નાગા સન્યાસી અને અખાડાના ગાદીપતિની મહંત અને સાધુઓના ભિક્ષુક તરીકે આદી અનાદિ કાળથી ઓળખાતા આવ્યા છે. જંગમ સાધુઓ માત્ર મહાશિવરાત્રી મેળો અને મહાકુંભમાં ભિક્ષાવૃત્તિ કરવા માટે આવે છે આ સિવાય તેઓ ક્યારેય પણ ભિક્ષાવૃત્તિ કરતા નથી આ સાધુઓનો પહેરવેશ બધાથી અલગ હોવાને કારણે પણ તેમને ઓળખવા બિલકુલ સરળ બની રહે છે. ભિક્ષાવૃતિ કરીને પોતાના આશ્રમ અને મઠનો સંચાલન પણ કરતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details