ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh News: શંખ અને ઘંટનાદનું મંદિર અને ધાર્મિક સ્થળોમાં શું છે આધ્યાત્મિક મહત્વ - Religious Places

સનાતન ધર્મમાં નાદશ્વરને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ધાર્મિક પરંપરા અનુસાર મંદિર કે ધાર્મિક સ્થાનો પર ઘંટનાદની સાથે શંખનાદ કરવાનું પણ વિશેષ મહત્વ જોવામાં આવે છે. શા માટે મંદિર અને ધાર્મિક પરિસરોમાં શંખનાદ કે ઘંટનાદ કરાય છે તો ચાલો જાણીએ શું છે નાદ સ્વરનુ ધાર્મિક મહત્વ

શંખ અને ઘંટનાદનું મંદિર અને ધાર્મિક સ્થળોમાં શું છે આધ્યાત્મિક મહત્વ
શંખ અને ઘંટનાદનું મંદિર અને ધાર્મિક સ્થળોમાં શું છે આધ્યાત્મિક મહત્વ

By

Published : May 20, 2023, 12:25 PM IST

શંખ અને ઘંટનાદનું મંદિર અને ધાર્મિક સ્થળોમાં શું છે આધ્યાત્મિક મહત્વ

જૂનાગઢ: આમ તો દરેક મંદિરમાં ઘંટ જોવા મળે છે. જેને આરતી સમયે સૌથી વધારે વખત વગાડવામાં આવે છે. આધ્યાત્મની દ્રષ્ટિએ મંદિરમાં ઘંટની એક આગવું મહત્ત્વ હોય છે. નાદશ્વરનું ધાર્મિક મહત્વસનાતન ધર્મના ધાર્મિક સ્થાનો અને મંદિરોમાં ઘંટનાદ અને શંખનાદ કરવાની ધાર્મિક પરંપરા એક સામાન્ય ધાર્મિક માન્યતા સાથે જોડાયેલી એક પ્રથા છે. જે ભક્તોની અનેક આસ્થાઓને આજે પણ આદિ અનાદિ કાળથી પૂર્ણ કરે છે.

આ કારણે થાય છે ઘંટનાદઃ મંદિર કે ધાર્મિક સ્થાનોમાં દર્શન કરવા માટે આવતા ભક્તો મંદિરમાં ઘંટનાદ કે શંખનાદ કરીને તેમના ઇષ્ટદેવ કે ભગવાનની હાજરીના દર્શન થાય તે માટે મંદિર ધાર્મિક સ્થાનો કે ધર્મ સાથે જોડાયેલી જગ્યાઓમાં ઘંટનાદની સાથે શંખનાદ કરે છે. ઘંટનાદ ઘણીવાર મંદિરોમાં દેવતા અથવા દૈવિય શક્તિઓનું ધ્યાન ભક્તો પ્રત્યે આકર્ષિત થાય તે માટે પણ ઘંટનાદ કે શંખનાદ કરવામાં આવે છે.

ભક્તોમાં અકબંધ: ધાર્મિક માન્યતા અનુસાર ઘંટનાદનો અવાજ સ્વર્ગમાં પહોંચતો હોય છે. દેવતાઓને મંદિર પરિસર કે ધાર્મિક સ્થાનોમાં ભક્તોની હાજરી અને તેની પ્રાર્થના માટેનો સંદેશો પહોંચાડે છે. બંને પ્રકારના ધાર્મિક ધ્વનિ કે જેને ધાર્મિક માન્યતા સાથે જોડીને જોવામાં આવે છે. તેવા તમામ વાદ્યોનો અવાજ મંદિર ધાર્મિક કે પવિત્ર જગ્યાઓમાં પ્રવેશ મેળવવાની એક પૌરાણિક પરંપરા મુજબ શંખનાદ કે ઘંટનાદ કરવાની ધાર્મિક માન્યતા છે. જે આજે હજારો વર્ષો પછી પણ ભક્તોમાં અકબંધ જોવા મળે છે.

"ઘંટનાદ કે શંખનાદ દ્વારા મંદિર પરિસર માં જે ધ્વનિ ઉત્પન્ન થાય છે. તે ધાર્મિકતાની સાથે સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવવાની સાથે વ્યક્તિઓમાં પ્રવેશ કરેલી નકારાત્મક ઊર્જાને દૂર કરીને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. જેથી શંખનાદ કે ઘંટનાદ ને સકારાત્મક ઊર્જાના પ્રતિક રૂપે પણ સનાતન ધર્મ સંસ્કૃતિ ના મંદિર કે ધાર્મિક સ્થાનોમાં જોવામાં આવે છે" --મહાદેવ ગીરી ( સંત ભવનાથ)

વાતાવરણ આધ્યાત્મિકતા ભર્યું: શંખનાદ ઈશ્વર પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવાનું માધ્યમ છે. કોઈપણ ભક્ત મંદિર પરિસરમાં પહોંચીને ઘંટનાદ કે શંખનાદ કરે છે. ત્યારે પ્રત્યેક વ્યક્તિ ઈશ્વર પ્રત્યે તેમનું ધ્યાન કેન્દ્રિત થાય તે માટે શંખનાદ કે ઘંટનાદ કરતા હોય છે. મંદિરની મુલાકાત દરમિયાન શંખનાદ કે ઘંટનાદથી ઉત્પન્ન થયેલો ધ્વનિ સમગ્ર મંદિર પરિસર કે ધાર્મિક સ્થાનના વાતાવરણને આધ્યાત્મિકતા ભર્યું બનાવવા માટે પણ મદદગાર બને છે. નાદથી ઉત્પન્ન થયેલા અવાજથી શરીરમાંથી નકારાત્મક શક્તિઓ પણ દૂર થતી હોય છે. પ્રત્યેક ભક્તો માં સકારાત્મક ઊર્જાનો સંચાર થતો હોય છે. જેને કારણે પણ પ્રત્યેક ભક્તો મંદિર ધાર્મિક સ્થાનો મા પ્રવેશ કરતાની સાથે જ શંખનાદ કે ઘંટનાદ કરતા હોય છે.

  1. Junagadh News : સિંહના બચ્ચાની જડબાની સર્જરી સફળ થતાં જંગલમાં કરાયું મુક્ત
  2. Junagadh news: જૂનાગઢ પોલીસ 20,770 જેટલા વાહનોની મેળવશે કસ્ટડી, જાણો શું છે સાચું કારણ?
  3. Junagadh News : બદલાતા વાતાવરણ વચ્ચે શાકભાજીના ભાવે તેજીની પકડી સ્પીડ

ABOUT THE AUTHOR

...view details