રાજ્યમાં ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. 15 થી 20 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યની ગ્રંથાલયોમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં સરકારી પુસ્તકાલયમાં પણ આપણા શહેરને ઓળખો તેવા શીર્ષક સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનોની સાથે પુસ્તકાલયમાં વાંચન માટે આવતા લોકોએ ભાગ લઈને કાર્યક્રમને દીપાવ્યો હતો.
જૂનાગઢમાં લાઈબ્રેરી સપ્તાહ અંતર્ગત 'આપણા ગામને ઓળખો' કાર્યક્રમ યોજાયો - today junagadh news
જૂનાગઢ: રાજ્યમાં ગ્રંથાલય સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉજવણીમાં સાહિત્ય, કલ્ચર તેમજ ધાર્મિક સહિતની કેટલીક બાબતોનો સમાવેશ કરીને પાઠકો સુધી યોગ્ય માહિતી પહોંચે તેના માટે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અંતર્ગત જૂનાગઢ જિલ્લા પુસ્તકાલયમાં 'આપણા શહેરને ઓળખો' શીર્ષક હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
junagadh
આ કાર્યક્રમમાં જૂનાગઢના રાજા રજવાડાઓનો ઇતિહાસ, જૂનાગઢમાં આવેલી ઐતિહાસિક અને પૌરાણિક ઇમારતો વિશેની માહિતી, જૂનાગઢમાં રાજ કરી ગયેલા નવાબોના સમયમાં ચાલતા સિક્કાઓ અને ચલણ તેમજ જે-તે રાજા રજવાડા અને નવાબના સમયના સરકારી દસ્તાવેજોની મૂળભૂત નકલો સહિત જૂનાગઢ શહેર માટે કેટલીક જાણી-અજાણી વાતોને મૂકવામાં આવી હતી. જેને પુસ્તકાલયમાં વાંચન માટે આવતા વાચકોએ નિહાળી જૂનાગઢના ઇતિહાસ પ્રત્યે માહિતી પ્રાપ્ત કરી હતી.