ગુજરાત

gujarat

ETV Bharat / state

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર પર વાવાઝોડુ આવવાની શક્યતા

આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર પર અરબી સમુદ્રમાં વાવાઝોડું ત્રાટકવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. જે પ્રકારે હવાનું હળવું દબાણ અરબી સમુદ્રમાં આકાર લઇ રહ્યું છે. તે આગામી દિવસોમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે અને તેને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારા પર વાવાઝોડું ત્રાટકવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર પર વાવાઝોડુ આવવાની શક્યતા
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર પર વાવાઝોડુ આવવાની શક્યતા

By

Published : May 30, 2020, 11:57 AM IST

જૂનાગઢઃ આગામી બે કે ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકવાની હવામાન વિભાગે આશંકાઓ વ્યક્ત કરી છે. જે પ્રકારે સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાઇ રહ્યું છે. તે આગામી દિવસોમાં ડિપડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતાઓ છે. જો આ હવાનુ હળવું દબાણ ડિપ્રેશનમાં ફેરવાઈ છે, તો તેની અસર નીચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને સંઘપ્રદેશ દીવમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર પર વાવાઝોડુ આવવાની શક્યતા
જેને કારણે દરિયાકાંઠાના જિલ્લાઓ અને કાંઠાળ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની પણ હવામાન વિભાગે આશંકાઓ વ્યક્ત કરી છે. જે પ્રકારે ચોમાસા પહેલા અરબી સમુદ્રમાં હવાનુ નીચું દબાણ સર્જાયું છે. તે ડિપડિપ્રેશનમાં ફેરવવાના સંકેતો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે એવું કહી શકીએ કે, ચોમાસા પહેલાનું આ વાવાઝોડું ખૂબ નુકશાનકારક જ નહી હોય પરંતુ તેની અસર નીચે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા ઓછી છે. જેને કારણે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

ABOUT THE AUTHOR

...view details