જૂનાગઢઃ વર્ષ 1975થી જૂનાગઢ નજીક આવેલા ખામઘ્રોળ ગામમાં (Blasts for pollination in crops )એક માત્ર પરંપરાગત રીતે વર્ષો પહેલા પશુ આહાર તરીકે પ્રસિદ્ધ થયેલા અને વર્તમાન સમયમાં આરોગ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં (Honeybee On Carrot Plants) આવતાં દેશીગાજરની ખેતી(Cultivation of native carrots) પરંપરાગત રીતે થઈ રહી છે. ખામધ્રોળના ગાજરે ખેડૂતને પદ્મશ્રી એવોર્ડ સુધી સન્માનિત(Bees on carrot plants) કરવા સુધીની સફર કરાવી ચૂક્યું છે. આ ગાજર હવે લુપ્ત થતી દેશી મધમાખીને બચાવવા માટેનુંપણ આશ્રયસ્થાન બની રહ્યું છે.
આ પણ વાંચોઃપ્રગતિશીલ ખેડૂતે મધમાખી ઉછેર કેન્દ્ર કર્યું શરૂ
ગાજરની ખેતી મધમાખી માટે આશ્રય સ્થાન -ખામઘ્રોળ રોડ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ગાજરની ખેતી થાય છે. આ સમયે ગાજરના બીજ ઉત્પાદન કરતા કેટલાક ખેડૂતના ખેતરમાં કરોડોની સંખ્યામાં દેશી મધમાખી જોવા મળે છે. આ મધમાખીઓ હવે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે પરંતુ દેશી ગાજરની ખેતી અને તેનું બીજ આ મધમાખીને આજે પણ આશ્રય સ્થાન આપીને તેને લુપ્ત થતી બચાવવા માટે મહત્વનું બની રહ્યું છે.