છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં રહેતો યુવાન અને જૂનાગઢની એક યુવતી ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે મેસેજનું અદાન-પ્રદાન થઇ રહ્યું હતું. તે દરમિયાન આરોપી યુવતીએ યુવકને જૂનાગઢ પોતાના ઘરે બોલાવીને રૂમમાં 6 કલાક કરતા વધુ સમય માટે ગોંધી રાખ્યો હતો. આ ઘટનામાં યુવતીના અન્ય બે પુરુષ સાથીઓ દ્વારા યુવકને માર મારીને 2 લાખ રૂપિયાની માંગ કરી હતી અને જો રૂપિયા નહી આપે તો, તેની સામે જાતીય દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપી હતી.
જૂનાગઢમાં હનીટ્રેપ કિસ્સો આવ્યો સામે, પોલીસે યુવતીની શોધખોળ કરી શરુ
જૂનાગઢઃ સોશિયલ મીડિયા મારફતે અમદાવાદના યુવકને મિત્ર બનાવી ખંડણી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ અમરેલીના અને હાલ અમદાવાદ રહેતા એક યુવકને જૂનાગઢની યુવતીએ બોલાવી દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણીની માંગણી કરી હતી. આ કેસમાં એક યુવતી અને અન્ય બે યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં આ ત્રણેય મિત્રો ફરાર થઇ જતા જૂનાગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કોન્સેપ્ટ ફોટો
જેમાં ફરિયાદી યુવક દ્વારા રૂપિયાની કોઈ વ્યયસ્થા ન થતાં અંતે યુવક પાસે રહેલું આધાર કાર્ડ અને ATM કાર્ડ લઈને તેના યુકેના બેંક ખાતામાં રૂપિયા જમા કરાવવાની શરતે મુક્ત કર્યો હતો. બાદમાં યુવકે અમરેલી તેના સબંધીને ત્યાં જઈ સમગ્ર ઘટના અંગે વાકેફ કરતા યુવકે યુવતી સામે પોલીસ ફરિયાદ કરતા બી-ડીવીઝન પોલીસ દ્વારા આરોપી યુવતીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.