- મકાન બાંધકામ ક્ષેત્રની આધુનિક ટેકનોલોજીનો જૂનાગઢમાં પ્રવેશ
- જુના મકાનને તોડી પાડ્યા વગર જમીનથી ચાર ફૂટ ઊંચું કરવાની પ્રક્રિયા શરૂ
- જૂનાગઢ જિલ્લાના ઇતિહાસમાં આ પ્રથમ કિસ્સામાં મકાનને જમીનથી ઊંચો ઉઠાવાઇ રહ્યું છે
જૂનાગઢઃસમય બદલાવાની સાથે મકાન બાંધકામ ક્ષેત્રમાં પણ આધુનિક ટેકનોલોજીનો(construction technology in india) ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લા અને શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ જૂના મકાનને(home construction technology in Junagadh) તોડી પાડ્યા વગર જમીનના લેવલથી ચાર ફૂટ સુધી ઉપર ઉઠાવવાની કામગીરી સામે આવી છે. આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરીને મકાનને તોડી પાડ્યા વગર જમીનથી ઊંચુ ઉઠાવવાનું કામ પાછલા એક મહિનાથી શરૂ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં મકાનને ચાર ફૂટ સુધી ઊંચું ઉઠાવીને મકાનને તોડી પાડ્યા વગર તે જગ્યા પર ફરી પુનઃસ્થાપિત કરવાનો સર્વ પ્રથમ કિસ્સો જૂનાગઢમાં સાકાર બનવા જઈ રહ્યો છે.
મકાનને ઉચુ કરવાને લઈને કારીગરો અને ઇજનેરો સતત કરી રહ્યા છે કામગીરી
જૂનાગઢ રેલ્વે સ્ટેશન નજીક આવેલ મકાનના માલિક હંસા જોશીએ ETV ભારત સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષે સોસાયટી વિસ્તારમાં રોડ તુટી જવાના કારણે નવા બની રહેલા રોડનું લેવલ મકાનના લેવલથી ઉચુ જોવા મળતુ હતુ. આવી પરિસ્થિતિમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો ઘરની અંદર થતો હતો ત્યારે મકાનને તોડી પાડવાને લઈને વિચાર ચાલી રહ્યા હતા. તેવા સમયે આધુનિક ટેકનોલોજીથી મકાનને તોડી પાડ્યા(house construction technology) વગર તેને જમીનના લેવલથી ઉચુ કરી શકાય છે તે પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ(Appliances for home construction) કરીને જૂના મકાનને તોડી પાડવાની જગ્યા પર જમીનના લેવલથી ઉચુ ઉપાડવાનો નિર્ણય કરીને લાખો રૂપિયાની બચત કરી છે.