જૂનાગઢ:માગશર સુદ એકાદશી એટલે ગીતા જયંતીનો પાવન પર્વ (Gita mohotsav 2022) જૂનાગઢમાં આવેલું ગીતામંદિર (junagadh gita jayanti gita tample) આજે ખૂબ જીર્ણતાની વચ્ચે સનાતન ધર્મની ઓળખ સમાન ઊભેલું જોવા મળે છે. 500 વર્ષ જૂનું આ મંદિર આજે સનાતન ધર્મની પ્રેરણા બની ગયું છે, ત્યારે ગીતા જયંતીના પ્રસંગે માતાના ભક્તો દ્વારા મંદિરનું સમારકામ રાજ્ય કે કેન્દ્રની સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
ગીતા જયંતી નિમીત્તે, જૂનાગઢમાં આવેલું ગીતા મંદિરનું સમારકામ થાય તેવી ભક્તોની માગ - ગીતા મહોત્સવ શા માટે ઉજવાય છે
આજે ગીતા જયંતીનું પાવન પર્વ છે. માગસર સુદ એકાદશીના દિવસે ગીતા જયંતીનો તહેવાર (Gita Jayanti Festival) મનાવવામાં આવે છે, ત્યારે જૂનાગઢના જગમાલ ચોકમાં આવેલું ગીતામંદિર (junagadh gita tample) આજે જીર્ણતા અનુભવી રહ્યું છે. ગીતા જયંતીના પ્રસંગે માતાના ભક્તો દ્વારા મંદિરનું સમારકામ રાજ્ય કે કેન્દ્રની સરકાર દ્વારા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
મહાભારત કાળમાં વર્ષનો પ્રારંભ માગશર મહિનાથી થતો હતો: ગીતાના દસમા અધ્યાયમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, (Geeta Mohotsav history) સનાતન ધર્મમાં માગશર મહિનાને શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે. મહાભારત કાળમાં વર્ષનો પ્રારંભ માગશર મહિનાથી થતો હતો, ત્યારે માગસર સુદ એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે પણ માનવામાં આવે છે. (why celwbrate gita mahotsav) આ એકાદશી મોક્ષ પ્રદાન કરતી હોય છે. આજના દિવસે બ્રહ્મવિદ્યાની સાથે યોગશાસ્ત્રની જયંતી પણ ઉજવવામાં આવે છે જેના સંદર્ભમાં સનાતન ધર્મમાં માગશર સુદ એકાદશીના દિવસે ગીતા જયંતીની ઉજવણી કરાઈ છે.