ગીરનારના અને દાતારની પર્વતમાળાઓમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગીર તળેટીમાંથી ઝરણા રુપે વરસાદી પાણી વહી રહ્યું છે. આ ઝરણાથી દાતાર પર્વત નવોઢાનું રૂપ ધારણ કરીને સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. વરસાદી માહોલ અને પર્વતમાંથી વહી રહેલા ઝરણાઓ જાણે કે, સોનામાં સુગંધ ફેલાવતા હોય તેવા દ્રશ્યો ગિરનારની તળેટીમાં જોવા મળે છે. આ સુંદર અને દુર્લભ દ્રશ્યને નીહાળવા માટે જૂનાગઢવાસીઓ ઉમટી રહ્યાં છે.
ભારે વરસાદની વચ્ચે વરસાદી ઝરણાના સૌંદર્યથી ગીર શોભી ઉઠ્યું - જૂનાગઢમાં ભારે વરસાદ
જૂનાગઢઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાયા છે. ત્યારે, બીજી તરફ ગીરની તળેટી પર વરસાદી વાતાવરણથી ખીલી ઉઠ્યું છે. તળેટી પરથી વહેતાં વરસાદી ઝરણાંથી અદ્ભૂત કુદરતી સૌદર્ય જોવા મળી રહ્યું છે. જેને જોવા માટે જૂનાગઢવાસીઓ ઉમટી રહ્યાં છે.
વરસાદી ઝરણાથી ગીર તળેટીની સુુંદરતામાં થયો વધારો
રજાના દિવસે ગીરનાર અને દાતાર પર્વતમાળાએ મેળા જેવી સ્થિતી જોવા મળે છે. વરસાદી વાતાવરણને માણવાં માટે લોકો દૂરદૂરથી આવી રહ્યાં છે. જેથી લોકહિતને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ચોક્કસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.