- જૂનાગઢ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તાર બન્યો જળમગ્ન
- ઓજત નદીનો પાણીનો પ્રવાહ ઘેડ વિસ્તારના ગામોમાં ફરી વળ્યો
- માંગરોળ, કેશોદ, માણાવદર અને કુતિયાણાનો ઘેડ વિસ્તાર જળમગ્ન
જૂનાગઢ: પાછલા 48 કલાકથી જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે જૂનાગઢ જિલ્લાનો ઘેડ વિસ્તાર જળમગ્ન બની રહ્યો છે. આવી પરિસ્થિતિમાં હવે ઘેડ વિસ્તારના ગામોના લોકો પારાવાર મુશ્કેલીની શરૂઆત થઈ છે.
જૂનાગઢમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ઘેડ બન્યું જળમગ્ન પારાવાર મુશ્કેલી વચ્ચે જીવન જીવવા માટે મજબૂર બન્યા લોકો
માંગરોળ, બાટવા, માણાવદર, કેશોદ અને કુતિયાણાના ઘેડ વિસ્તારના ગામોમાં ઓજત નદીનું ધસમસતો પાણીનો પ્રવાહ પ્રવેશ કરી જતા મોટાભાગના ગામોમાં કમરડુબ પાણીમાં લોકો પારાવાર મુશ્કેલી વચ્ચે જીવન જીવવા માટે મજબૂર બન્યા છે. હજુ પણ વરસાદ અભિવ્યક્ત જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ઓજત નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. જેને કારણે ગામોમાં હજુ પણ પૂરું પાણીનું સ્તર વધી શકવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચો:જૂનાગઢ જિલ્લામાં પડ્યો અનરાધાર વરસાદ, તમામ નદી નાળા અને જળાશયો છલોછલ
ઘેડના ગામો સંપર્ક વિહોણા
ઘેડ પંથકના માંગરોળ તાલુકાના ફુલરામાં, બાલાગામ, બરુલા, માણાવદર પંથકના પાદરડી અને ચીખલોદ્રા સહિત મોટાભાગના ગામોમાં પૂરનું પાણી પ્રવેસી ગયું છે. તમામ ગામોમાં પૂરનુ પાણી જોવા મળી રહ્યું છે. જેને કારણે ગામ લોકોને માલનું ખૂબ મોટું નુકસાન થયું છે. આ ગામોના પ્રત્યેક ઘરમાં ગોઠણડુબ પાણી જોવા મળી રહ્યા છે. હજૂ પણ જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં હવે વરસાદી પાણી વધુ કેટલાક ગામોને અસર કરી શકે છે.
આ પણ વાંચો:જામનગરના કાલાવડમાં NDRFનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન, જૂઓ વીડિયો...
ઘેડ વિસ્તાર પાણી પાણી
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના મોટાભાગના જળાશયોમાં પાણીનો પ્રવાહ સતત અને અવિરત જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં જળાશયના દરવાજા ખોલવાની શરૂઆત કરવામાં આવી છે. જળાશયમાંથી પ્રવાહિત થતું વરસાદી પાણી ઓજત નદીમાં થઈને ઘેડ વિસ્તાર સુધી પહોંચે છે. જેને કારણે આવનારા દિવસોમાં ઘેડ વિસ્તારના હજુ પણ કેટલાક ગામોમાં વરસાદી પાણી ફરી વળવાને કારણે લોકોને પણ કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.