છેલ્લા 48 કલાકમાં ધોધમાર વરસાદ વરસતાં ઠેર-ઠેર પાણી ભરયાં છે. જેથી નવરાત્રીનું આયોજન કરતાં પાર્ટી ફ્લોટમાં નવરાત્રીઓની તૈયારી રોકવામાં આવી છે. દિવસેને દિવસે વરસાદનું પ્રમાણ વધતો જોઈને ખૈલેયાઓમાં નિરાશા વ્યાપી છે. તો, આયોજકોને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
જૂનાગઢમાં ધોધમાર વરસાદ, નવરાત્રીના રંગમાં ભંગની શક્યતા
જૂનાગઢ: જિલ્લાભરમાં અવિરત વરસાદ વરસી રહ્યો હોવાથી નવરાત્રીની તૈયારીઓમાં ભંગ પડ્યો છે. નવરાત્રીની તૈયારીઓને વચ્ચેથી અટકાવવાની ફરજ પડી છે. જેથી આયોજકો અને ગરબા પ્રમીઓ પર ચિંતાના વાદળો ઘેરાયા છે.
જૂનાગઢમાં ધોધમાર વરસાદ, નવરાત્રીના રંગમાં પડ્યો ભંગ...
ઉલ્લેખનીય છે, હવામાન વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી હતી. જૂનાગઢ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વર્ષથી કાગડોળે નવરાત્રીની રાહ જોતા ખેલૈયાઓના ઉત્સાહમાં જોવા મળી રહ્યો છે.