છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ શહેરમાં એકાંતરે વાતાવરણમાં અચાનક પલટો આવે છે અને ધોધમાર વરસાદ તૂટી પડે છે. સોમવારે પણ સમગ્ર દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને ગરમીનું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ ભારે વરસાદને કારણે જૂનાગઢ શહેરના તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ શહેરમાં ભાદરવાની આકરી ગરમી અને ઉકળાટનો અનુભવ શહેરીજનો કરી રહ્યા હતા, ત્યારે સોમવારે ધોધમાર વરસાદ પડતા શહેરીજનોને આકરી ગરમી અને ઉકળાટમાંથી હાલ પુરતી રાહત મળી ગઈ છે.
જૂનાગઢમાં ભાદરવે અષાઢી માહોલ, વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ - weather news
જૂનાગઢ: શહેરમાં ભાદરવા મહિનામાં જાણે કે અષાઢી માહોલ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું અને બપોર બાદ વાતાવરણમાં જોરદાર પલટો આવતા જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં પાણી પાણી થઈ ગયું હતું. જૂનાગઢમાં સોમવારે સાંજના સમયે ધોધમાર બે ઈંચ કરતાં વધુ વરસાદ પડતાં જૂનાગઢમાં આવેલા જોષીપુરા વિસ્તારમાં જવાનો બ્રિજ પાણીમાં ગરકાવ થતા આ બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.
Junagadh
જોષીપરાનો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. થોડા વર્ષ પહેલા અંડરબ્રિજ બનાવવા પાછળનો હેતુ લોકોની ટ્રાફિક સમસ્યા દૂર થાય અને વારંવાર થતા ફાટક બંધની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે પરંતુ ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડવાને કારણે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય છે. જેને કારણે આ વિસ્તારના વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ જૂનાગઢ શહેરમાં આવવા માટે લાંબુ અંતર કાપીને શહેરમાં ફરજિયાતપણે જવું પડે છે.