જૂનાગઢ : આજે શુક્રવારે સમી સાંજે જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. જે પ્રકારે વરસાદ પડી રહ્યો હતો, ત્યારે દાતાર પર્વતનુ સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું અને નયનરમ્ય દ્રશ્યનું સર્જન પણ જોવા મળ્યું હતું.
દાતાર પર્વત પર પડ્યો ધોધમાર વરસાદ, પ્રકૃતિના નયનરમ્ય દ્રશ્યોનું થયું સર્જન - જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો
આજે શુક્રવારે દાતાર પર્વત પર ધોધમાર વરસાદ પડતા કુદરતના નયનરમ્ય દ્રશ્યોનું સર્જન થયું હતું. જે પ્રમાણે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, ત્યારે પર્વત પરથી ઝરણાઓ વહેવા લાગ્યા હતા.
દાતાર પર્વત પર પડ્યો ધોધમાર વરસાદ
ધોધમાર વરસાદને કારણે પર્વત પરથી ઝરણાઓ વહેતા જોવા મળ્યા હતા. ચોમાસાનો આ પ્રથમ વરસાદ છે. આ દિવસોમાં જ્યારે ચોમાસુ તેના અસલી મિજાજમાં હશે, ત્યારે દાતાર અને ગિરનાર પર્વત પર કુદરતનો નજારો આહલાદક બનશે અને આ નજારાને જોવા માટે જૂનાગઢવાસીઓ છેલ્લા એક વર્ષથી રાહ જોઈ રહ્યા છે.