જૂનાગઢ: જિલ્લામાં છેલ્લા 48 કલાકથી સતત અને અવિરત વરસાદ વરસી રહ્યોં છે. ત્યારે જૂનાગઢની ભાગોળે આવેલો આણંદપુર ડેમ ચોમાસાની સિઝનમાં બીજી વખત છલકાયો છે. સતત અને ભારે વરસાદના કારણે પાણીની પુષ્કળ આવકના કારણે ડેમ છલકાઇ રહ્યો છે.
મેઘ મહેર: જૂનાગઢમાં અનરાધાર વરસાદથી આણંદપુર ડેમ ચોમાસામાં બીજી વખત છલકાયો - junagadh rain news
રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 48 કલાકથી સતત અને અવિરત વરસાદ વરસી રહ્યોં છે. ત્યારે જૂનાગઢની ભાગોળે આવેલો આણંદપુર ડેમ ચોમાસાની સિઝનમાં બીજી વખત છલકાયો છે. સતત અને ભારે વરસાદના કારણે પાણીની પુષ્કળ આવકના કારણે ડેમ છલકાઇ રહ્યોં છે.
શહેર અને જિલ્લામાં છેલ્લા 48 કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યોં છે. ભારે વરસાદના કારણે જૂનાગઢ શહેર અને જિલ્લાના મોટાભાગના નદી-નાળાઓ વરસાદી પાણીના કારણે સતત વહેતા જોવા મળી રહ્યાં છે. આ પાણીનો સંગ્રહ જિલ્લાના ડેમોમાં કરવામાં આવતો હોય છે. ત્યારે જૂનાગઢની ભાગોળે આવેલો આણંદપુર ડેમ ચોમાસા દરમિયાન બીજી વખત ઓવરફલો થઇને વહી રહ્યો છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થઇ રહ્યાં છે. ડેમને જોવા માટે લોકો પણ એકઠા થયા હતા. વર્ષ દરમિયાન ચોમાસાના સમયમાં જ આ પ્રકારના કુદરતી દ્રશ્યો જોવા મળતા હોય છે, પરંતુ સતત વધી રહેલા વરસાદનું પ્રમાણ અને જે પ્રકારે તમામ ડેમ પોતાની જળસંગ્રહ શક્તિ વટાવી ચૂંકયા છે. ત્યારે પાણીનો ધસમસતો જઈ રહેલો પ્રવાહ લોકોને ચિંતાગ્રસ્ત પણ બનાવી રહ્યો છે.