ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ જિલ્લાના આરોગ્ય કર્મીઓ હડતાળ પર - જૂનાગઢ ન્યુઝ

જૂનાગઢઃ છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી પડતર પડેલી વિવિધ માંગણીઓને લઈને જૂનાગઢ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. જૂનાગઢમાં વિશાળ રેલી કાઢીને આરોગ્ય કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

etv bharat
જૂનાગઢ જિલ્લાના આરોગ્ય કર્મીઓ હડતાલ પર

By

Published : Dec 9, 2019, 11:47 PM IST

છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી જૂનાગઢ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા વિવિધ કેટેગરીના અંદાજે પાંચેક હજાર કરતાં વધુ કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઇને સરકાર સમક્ષ અનેક વાર રજૂઆતો કરી હતી. પરંતુ તેનું બે વર્ષ બાદ પણ નિરાકરણ નહીં આવતાં ફરી આરોગ્ય કર્મચારીઓ આંદોલન પર ઉતરીને વિશાળ વિરોધ પ્રદર્શન રેલી કાઢી હતી. શહેરના સરદાર બાગથી રેલીની શરૂઆત થઇ હતી.

જૂનાગઢ જિલ્લાના આરોગ્ય કર્મીઓ હડતાલ પર

શહેરના વિવિધ માર્ગો પર ફરીને ફરીથી સરદાર ભાગે સભાના રૂપમાં ફેરવાઇ હતી. છેલ્લા બે વર્ષથી કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈને એક વર્ષ અગાઉ પણ આંદોલન પર ઉતર્યા હતા. ત્યારે સરકારે ખાતરી આપતાં આંદોલન સમેટાયું હતું. પરંતુ હવે ફરીથી સરકાર દ્વારા આરોગ્ય કર્મીઓની પડતર માંગો પર કોઈ ધ્યાન નહીં આપવામાં આવતા ફરી આરોગ્ય કર્મચારીઓ આંદોલનના માર્ગે વળ્યા છે. કર્મચારીઓ આંદોલન પર ઉતરતાં જૂનાગઢ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યલક્ષી કેટલીક સેવાઓમા વિક્ષેપ પડશે જેને કારણે કેટલાક દર્દીઓને હાડમારીનો સામનો પણ કરવો પડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details